બરવાળા તાલુકાનાં ખાંભડા ગામ પાસે મોટર કાર,મહિન્દ્રા મેગજીમો (છોટા હાથી) તેમજ બાઇક વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો જેમાં બાઈક ઉપર સવાર બે યુવાનોના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નિપજયા હતા આ બનાવની જાણ થતા જ બરવાળા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી.જ્યારે અકસ્માત સર્જી બલેનો કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.
આ કરુણાંતિકા ગમખ્વાર અકસ્માતની મળતી વિગત અનુસાર બરવાળા-બોટાદ હાઈવે ઉપર આવેલ ખાંભડા ગામ પાસે તા.૦૧/૦૯/૨૦૧૯ ના રોજ રાત્રિના ૯ઃ૩૦ વાગ્યાના અરસામાં મારુતી બલેનો કાર નંબરઃ- જી.જે.૧૪.એ.કે.૪૩૯૩ તેમજ મહિન્દ્રા મેગજીમો નંબરઃ- જી.જે.૩૩.ટી.૧૦૪૬ તેમજ મોટર સાઈકલ નંબરઃ- જી.જે.૦૭.બી.પી.૫૬૩૪ વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાઈકલ ઉપર સવાર (૧) કેવલભાઈ વિરમભાઈ લામકા ઉ.વ ૧૬ રહે.સાળંગપુર,તા.બરવાળા (૨) કિરણભાઈ મશરુભાઈ ગમારા ઉ.વ ૧૬ રહે.સાળંગપુર, તા.બરવાળાને લોહિયાર ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નિપજયા હતા આ બનાવ અંગેની જાણ બરવાળા પોલીસ મથકમાં થતા પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી.આ બનાવમાં ભોગ બનેલ બંને યુવાનોની લાશ પી.એમ. અર્થે બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં ભોગ બનેલ બંને યુવાનો સાળંગપુર ગામના ભરવાડ સમાજના હોવાની જાણ થતા જ ભરવાડ સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા આ બનાવથી સાળંગપુર ગામમાં ઘેરા શોકનુ મોજુ ફરી વળયુ હતુ.આ ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનેલ બંને મૃતક યુવાનની લાશનુ પી.એમ.બરવાળા સી.એચ.સી.ખાતે કરાવવામાં આવ્યું હતુ.
આ બનાવ અંગે લાખાભાઈ રામાભાઈ ગમારા રહે.સાળંગપુર દ્વારા બરવાળા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલિસ દ્વારા મારુતિ બલેનો કાર નંબર જી.જે.૧૪.એ.કે.૪૩૯૩ ના ફરાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઇ) બરવાળા પોલિસ સ્ટેશન ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય વિગત અનુસાર બરવાળા તાલુકાના ખાંભડા ગામ પાસેના ગમખ્વાર ટ્રીપલ અકસ્માતમાં મારુતી બલેનો કાર તેમજ છોટા હાથી બંને વાહનોની વચ્ચે મોટર સાઈકલ આવી જતા મોટર સાયકલ ઉપર સવાર બંને યુવાનના ઘટના સ્થળે પ્રાણ પંખેરા ઉડી ગયા હતા જ્યારે આ બનાવથી સાળંગપુર ગામ ગમગીની સાથે શોકના મોજામા ગરકાવ થઈ ગયુ હતુ.