પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં આજે અંતિમ દિવસે જૈન સમાજ દ્વારા સવંત્સરી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવેલ આ નિમિત્તે દેરાસરોમાં પૂજનઅચર્ ન અને મહારાજા સાહેબોનાં વ્યાખ્યાનનો લાભ જૈન ભાઈઓ-બહેનોએ લીધો હતો. બાદમાં એક-બીજાને મળીને મીચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. જૈન સમાજનાં સવંત્સરી મહાપર્વની આજે પર્યુષણ પર્વનાં અંતિમ દિવસે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વર્ષ દરમિયાન કરેલી ભુલો, થાય કે કોઈની લાગણી દુભાણી હોય તો તેની ક્ષમાં માંગવામાં આવે છે. તેમાં આજે જૈન સમાજે મનક્રમ વચનથી મીચ્છામી દુક્કડમ સાથે ક્ષમાપનાં પર્વની ઉજવણી કરી હતી. દાદા સાહેબ જૈન દેરાસર ખાતે સવારે પૂજન-અર્ચન અને મહારાજ સાહેબનાં વ્યાખ્યાન યોજાયા હતા. જેમાં જૈન ભાવિકો ઉમટી પડ્યા હતા. બાદમાં તપસ્વીઓનાં પારણાનાં આદેશ આપવામાં આવ્યા હતા. પર્યુષણ પર્વ નિમિત્તે અનેક લોકોએ અઠ્ઠાઈ, માસક્ષમણ, નવ ઉપવાસ સહિતની તપશ્ચર્યા પારણાનો કાર્યક્રમ ઉપરાંત શોભાયાત્રા કાઢવામાં આવશે સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા આવતીકાલે સવંત્સરી પર્વ ઉજવશે.