અચાનક જ ફરી એક વખત ડૂંગળીનાં ભાવમાં વધારો થયો છે. ફરી એક વખત ખેડૂતોને નુક્શાની સહન કરવાનો વારો આવ્યો છે. અચાનક જ ડુંગળી ના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ને રોવાનો વારો આવ્યો છે હાલ લાલ ડુંગળીના ભાવ મણ દીઠ ૪૦૦ થી ઘટી ને ૧૦૦ રૂપિયા અને સફેદ ડુંગળીનાં ભાવ ૧૫૦ થી ઘટીને માત્ર ૫૦ રૂપિયા થઇ ગયા છે. જેને કારણે ગઈ કાલે માર્કેટિંગ યાર્ડમાં વેપારી માલ ખરીદતા ન હતા અને નીચા ભાવ ના કારણે ખેડૂત માલ વેંચતા ના હતાઆથી હાલમાં ડુંગળીની હરરાજી બંધ થઇ જવા પામી હતી એવામાં યાર્ડના ચેરમેને નબળો માલ યાર્ડમાં ન લાવવાનું ખેડૂતોને ફરમાન કરી દીધું છે. તેમજ હજી આનાથી પણ ભાવો નીચા જવાની શક્યતા પણ યાર્ડ ના ચેરમેન દ્વારા જોવાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ આખી ઘટના પર ખેડૂત રામભાઇનું કહેવું છે કે, હાલ ડુંગળીના નીચા ભાવના કારણે બારદાન મજૂરી ખાતરનું પણ નથી થતું દાંડિયા ૨૦૦ રૂપિયા લે છે આ ભાવ અમને પોસાય તેમ નથી. એટલે હવે અમારે કરવાનું શું તેની ખબર પડતી નથી. અમારી મુસીબત વધી ગઇ છે
તો અન્ય એક ખેડૂત ધુધાભાઇએ કહ્યું કે, અમે ડુંગળી વેચવા આવીયે છીએ એમાં નફો તો એક બાજુ રહ્યો પણ મજૂરીના પૈસા પણ નથી થતા અને પૈસા તૂટે છે સરકાર કઈ કરતી નથી. આવી પરિસ્થિતિમાં આના કરતા ગળફાસો આપી દઇએ તેવી ઇચ્છા થાય છે.
મહુવા યાર્ડનાં ચેરમેન ઘનશ્યામ પટેલનું કહેવું છે કે, મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચાર દિવસ પહેલા સફેદ ડુંગળીનો જે ભાવ ૧૫૦ ચાલતો હતો એ ઘટીને માત્ર ૬૦ થી ૮૦ રૂપિયા થઇ ગયા છે અને ખેડૂતો એ હરરાજી બંધ કરાવી છે ખરીદનાર કોઈ છે નહિ આ સ્થિતિમાં અમે સરકાર શ્રીને રજૂઆત કરી છે અને અમારી લાગણી છે કે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત ર્ંઁ એટલે કે ટમેટો ઓનિયન પોટેટોના ખેડૂતોને નીચાભાવથી થતી મુશ્કેલીમાં કંઇક સહાય કરવામાં આવે.
આભાર – નિહારીકા રવિયા