IDBIને ૯,૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા

412

૧૦ સરકારી બેંકોના મર્જરની જાહેરાત કરવામાં આવ્યા બાદ સરકારે બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા વધુ એક મોટા નિર્ણય હેઠળ એલઆઈસીની સાથે મળીને આઈડીબીઆઈ બેંકને ૯૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ આપવાની આજે જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારના દિવસે મોદી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી. સરકારના આ પગલાથી એલઆઈસીના પ્રભુત્વવાળી બેંકની લોન આપવાની ક્ષમતામાં વધારો થશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠક બાદ કહ્યું હતું કે, આઈડીબીઆઈ બેંકના ફેર મૂડીકરણને મંજુરી આપવામાં આવી છે. આમા એક વખતમાં સરકાર અને એલઆઈસી બંને જંગી નાણા ઠાલવનાર છે. આનાથી આઈડીબીઆઈ અને એલઆઈસી બંનેને ફાયદો થશે. આનાથી બેંકિંગને વધુ સારી સ્થિતિમાં મુકવાને પણ ફાયદો થશે. સરકારની કટિબદ્ધતા પણ સપાટી ઉપર આવી રહી છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, ૯૦૦૦ કરોડ રૂપિયા પૈકી ૪૫૫૭ કરોડ રૂપિયા સરકાર આપશે જ્યારે ૪૭૦૦ કરોડ રૂપિયાની રકમ એલઆઈસી તરફથી આપવામાં આવશે. એલઆઈસીએ સંકટમાં ફસાયેલી આઈડીબીઆઈ બેંકમાં અંકુશવાળી ૫૧ ટકા હિસ્સેદારી આ વર્ષે જ મેળવી લીધી હતી. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકે આઈડીબીઆઈ બેંકને ખાનગી ક્ષેત્રની બેંકની કેટેગરીમાં મુકી દીધી હતી. આઈડીબીઆઈ બેંકની આરબીઆઈની તરત સુધારા કાર્યવાહીની રુપરેખા હેઠળ મુકવામાં આવી હતી. આ કંપનીઓને આપવામાં આવનાર લોન અને શાખા વિસ્તરણ તથા વેતન વૃદ્ધિ તથા નિયમિત ગતિવિધિ પર બ્રેક મુકે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગયા શુક્રવારના દિવસે ૧૦ સરકારી બેંકોના મર્જરની જાહેરાત કરી હતી. ત્યારબાદ દેશમાં સરકારી બેંકોની સંખ્યા વર્તમાન ૨૭થી ઘટીને ૧૨ થઇ જશે. બેંકોના મર્જરની અસર એવી દરેક વ્યક્તિ પર થનાર છે જે બેંકોમાં ખાતા ધરાવે છે.

૬ નાની સરકારી બેંકોના ભારતીય સ્ટેટ બેંકમાં અને વિજ્યા બેંક તથા દેના બેંકના બેંક ઓફ બરોડામાં પહેલાથી જ મર્જરની પ્રક્રિયા થઇ ચુકી છે.

આવી જ રીતે એસબીઆઈ અને બેંક ઓફ બરોડાને લઇને મર્જર પ્રક્રિયા બાદ ૧૦ સરકારી બેંકોમાં પ્રથમ બે સ્થાન પર આવી ચુકી છે. આગામી દિવસોમાં મર્જરની પ્રક્રિયા વધુ આગળ વધી શકે છે. જાણકારોના કહેવા મુજબ બેંકોની સ્થિતિને સુધારવા માટે મોદી સરકાર વધારે સક્રિય દેખાઈ રહી છે. વધુ પગલા પલણ લેવામાં આવનાર છે.

Previous articleઆધુનિક અપાચે હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સમાં સામેલ
Next articleશેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી : ૭૭૦ પોઇન્ટ તુટ્યો