થોડા દિવસ પહેલાં એક જગ્યાએ પર્સનાલિટી ડેવલપમેન્ટ વિષય પર એક લેક્ચર લેવા જવાનું થયું હતું. કારકિર્દી ઘડતર માટે આવતાં બાળકોને વાત-વાતમાં મેં એક સવાલ કર્યો હતા કે કેટલાં બાળકો દિવસ દરમ્યાન મોબાઈલ ફોનનો ઉપયોગ વિડયો ગેઈમ રમવા માટે કરે છે ? પહેલાં તો કોઈ બાળક પોતે મોબાઈલ ગેઈમ રમે છે તે સ્વીકારવા તૈયાર થયું નહિં. પછીથી જ્યારે મેં કહ્યું કે રમત રમવામાં કશો વાંધો નથી. મોબાઈલ ગેઈમ રમવી જોઈએ. આ કહેતાની સાથે જ સમગ્ર ક્લાસમાં દરેક બાળકની આંગળી ઉંચી થઈ અને દરેક બાળક દિવસનાં સરેરાશ ચારથી પાંચ કલાક મોબાઈલ ગેઈમ રમવા પાછળ ખર્ચ કરતા હોવાનું જાણવા મળ્યું. કિશોરવયના બ્આ તમામ બાળકો પાસેથી મને મેદાની રમત ન રમવા પાછળનો તર્ક જરા ગળે ઉતર્યો નહીં. કોઈ પાસે ઘર નજીક મેદાન ન હોવાનું બહાનું હતું તો કેટલાક બાળકોને માતા-પિતા બહાર મોકલવા ઈચ્છતા ન હતા તો કોઈ બાળક પાસે મેદાની રમત રમવાનો પૂરતો સમય ન હતો કારણ કે તે સમય તેણે મોબાઈલ ગેઈમ રમવા પાછળ ખર્ચી નાખ્યો હતો. કુમળી વયનાં આ બાળકોનાં મનમાં કોણ ઉતરાવે કે આ તમામ ઠાલા કારણો સામે મેદાની રમતનું પલડું વધારે ભારી છે. જો તમે આ વયે મેદાની રમત નહિં રમો તો ઉંમરનાં ત્રીસીનાં પડાવ પહેલાં જ તમારૂં શરીર તમને સાથ આપવાનું છોડી દેશે. રાજકોટ, સૌરાષ્ટ્રના ગામેગામ શાળાઓમાં જઈને બાળકોને શેરી રમતો રમાડવામાં આવે છે. કોથળા દોડ, દોરડા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રમતો રમીને બાળકોને અનેરો આનંદ આવે છે. અત્યાર સુધીમાં ૩૦ હજાર એકરથી વધારે બાળકો આ શેરી રમતોનો લાભ લઈ મોબાઈલમાં ખૂંપાયેલાં બાળકોને મેદાની રમત રમવા તૈયાર કરો ચૂકયા છે. આવું બધે થવું જોઈએ. આજે ત્રીસીમાં પ્રવેશ કરતા અગાઉ જ યુવાનો જીવલેણ બીમારીઓના શિકાર બની રહ્યાંના અનેક દાખલાઓ આપણી સમક્ષ મોજુદ છે. બાળક હજુ તો પ્લે હાઉસમાં જાય તે પહેલાં જ આંખના નંબર આવી જાય છે. કિશોર વયમાં પહોંચે તે અગાઉ જ પ્રી-ડાયાબીટીર સ્ટેજની બિમારીઓ લાગુ પડ્યાનાં કિસ્સા આપણી સામે છે. માસિક ધર્મની ચારથી પાચ સાઈકલનો અનુભવ ધરાવનારી કિશોરવસ્થાની કન્યાઓ પસીઓએસ અને પીસીઓડી જેવી બીમારીઓનો શિકાર બની રહી છે. બાળકોનો શારિરીક વિકાસ જે વયમાં સૌથી વધુ થતો હોય છે તે જ વયમાં બાળકો ઘરમાં એસી રૂમમાં પૂરાઈને મોબાઈલ કે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં પોતાનાં મહત્તમ કલાકો ખર્ચી કાઢે છે. કુદરતી તડકો શરીરને મળવાથી શરીર એકદમ સ્ફૂર્તિમાં રહે છે. અને શરીરને મજબૂત બનાવે છે. કુદરતી તડકો નહીં લેતાં બાળકોને સંભવતઃ નજીકનાં ભવિષ્યમાં અનેક શારીરિક બીમારીઓની બેટ મળશે. ૪૦ દિવસથી વધુનાં ઉનાળાનાં વેકેશમાં બાળકોએ દિવસ દરમિયાન પાંચથી સાત કલાક મેદાની રમતનો આનંદ માણવો આદર્શ છે. વિદ્યાર્થી અવસ્થામાં સતત નવું શીખવાની ઈચ્છાશક્તિ તમારા અનુભવનાં ભાથામાં ટોનિક જેવું કામ કરશે. ઘરને વ્યવસ્થિત ગોઠવવાના કામથી દિનચર્યાની શરૂઆત કરીને બાળક દિવસ દરમિાન બાસ્કેટ બોલ, ફૂટબોલ, ક્રિકેટ, લખોટી, ગિલ્લી દંડો, ભમરડો ફેરવવાની મજા, બેડમિન્ટન, સ્કેટીંગ, ખોખો, પક્કડમ પટ્ટી સહિતની ડઝનેક રમતો રમી શકે છે. એકથી બે કલાક બાળક ઘરમાં ઈનડોર ગેઈમ રમીને બ્રેઈન એક્સરસાઈઝ કરી શકેછે. જેમાં લુડો, કોયડા ઉકેલ, સુડોકુ, ઉભી-આડી ચાવી થકી નવા શબ્દભંડોળ શીખવાની રમત, સ્પેલીંગ જોડવા સહિતથી અનેક ઈન્ડોર રમત બાળકોનાં મગજનો કુરદતી વિકાસ કરે છે. મોબાઈલ ગેઈમ રમવાનો એક ચોક્કસ સમય નક્કી કરવો માતા-પિતા માટે જરૂરી બન્યો છે. કોર્ટના માધ્યમથી પબજી અને ટીકટોક પર પાબંદી લાગી શકે છે. પરંતુ, પાબંદી થકી વિકાસ થઈ શકે નહિં. જ્યાં સુધી સ્વયં શિસ્તનાં પાઠ વ્યક્તિ નહિં ભણે ત્યાં સુધી પાબંદીની લાકડીથી તેનો વિકાસ કરાવવો શક્ય નથી. વર્કિંગ પેરેન્ટ્સ માટે બાળકો ઉપર સતત વોચ રાખવાની અત્યંત આવશ્યકતા પાકીછે. બાળકો જો દિવસનાં સાત-આઠ કલાક મોબાઈલ ગેઈમ પાછળ બગાડશે તો તેના સ્વાસ્થ્યને નુકસાન પહોચાડશે સાથે જ ભવિષ્યમાં સમગ્ર પરિવાર માટે સામાજીક અને આર્થિક નુકસાન ભોગવવાનો વખત આવશે. સામાન્ય રીતે લગ્નપ્રસંગ હોય ત્યારે આપણે શું નોટીસ કરતાં હોઈએ છીએ કે વરવધૂ અને તેના પરિવારજનોએ કયા પ્રકારનાં કપડાં પહેર્યા છે? ભોજનમાં શું પીરસવામાં આવ્યું છે ? પરિવારજનોએ આગતા-સ્વાગતામાં કંઈક મી તોનથી રાખી ને ? લગ્નમાં પધારનાર મોટા ઘરની મહિલાઓએ કઈ જ્વેલરી અને કઈ સાડી પહેરે છે ? વગેરે-વગેરે બાબતોને લઈને લગનમાં ઉપસ્થિત મોટાભાગનાં લોકોનું ધ્યાન કેન્દ્રિત હોય છે. પરંતુ એવું કદી નોટીસ કર્યુે છે કે આજકાલનાં લગ્નસમારોહમાં બાળકોને સાચવવા માટે મમ્મીઓ પોતાનાં મોબાઈલ ફોનને આપીને તેઓનેસામેચાલીને ગેઈમ રમવા માટે પ્રોત્સાહિત કરે છે. એક દિવસનાં લગ્ન સમારોહમાં બાળકોનું એક ગ્રુપ એક ખૂણામાંભ રાઈને ચાર-પાંચ કલાક મોબાઈલની ગેઈમ રમતાં જોવા મળે છે. આચિત્ર ભવિષ્ય સામે લાલબત્તી સમાન છે. બાળકોને જમાડવા માટે માતા-પિતા દ્વારા સતત દેખાડવામાં આવીરહેલાં યુ-ટ્યુબનાં વિડીયોનું વળગણ અનેક મુસીબતોને આમંત્રણ આપવા માટે પૂરતું છે. એક સમય એવો હતો કે ઉનાળુ વેકેશન આવે એટલે મામાનાં ઘરે જવાનું અને મામાનાં છોકરાઓ સાથે મેદાની રમત રમવાનો આનંદ માણવાનો પરંતુ આજે સ્થિતિમાં બદલાવ આવ્યો છે. મોટાભાગે મામાના ઘરે એક થી બે દિવસ જવાનો નવો ચીલો શરૂ થયો છે. વર્કિંગ મમ્મીઓ પાસે સપ્તાહ કે વધુ દિવસ રોકાવાનો સમય હોતો નથી. એવામાં મામા- ફોઈના દિકરા-દિકરીઓ વચ્ચે મેદાની રમત રમવાનો ઉત્સાહ હોવો જોઈએ તે રહ્યોનથી. મમ્મીઓ .નાળા વેકેશન દરમિયાન બાળકોને એકાદ સમર ક્લાસીસ જોઈન કરાવીને સંતોષ માની લે છે. બાકીનો સમય પોતાનું બાળકશું કરશે તેનું ટાઈમટેબલ બનાવવાની અતિઆવશ્યકતા છે. બે કલાક ઈનડોર રમત તો ચાર કલાક આઉટડોર રમત, બે કલાક ઘરને વ્યવસ્થિત કઈ રીતે કરવું તેની એક્સરસાઈઝ કરવી તો એકાદ કલાક ટીવીમાં કાર્ટુન જોવું, એકાદ કલાક વિવિધ વિષયો પરની વાર્તાની ચોપડીઓ વાંચવી અને એકાદ કલાક મોબાઈલમોબાઈલ ગેઈમ રમીને બ્રેઈન એક્સરસાઈઝ વાળું સમયપત્રક બાળક અને માતા-પિતા માટે ઉત્તમ બની રહેશે. દુભાગ્ય ાત એ છે કે સ્થિતિ આથી ઉલ્ટી છે. મોટભાગનાં કેસમાં બાળકો સાત-સાત કલાક મોબાઈલ ગેમ રમશે અને બે થી ત્રણ કલાક કાર્ટુન અને બીજા એડલ્ટના કાર્યક્રમો જોઈને સમય પસાર કરેછે. આ પ્રકારનાં વેકેશનને હવે જાકારો આપવાનો સમય પાકી ગયો છે. તો ચાલો મોબાઈલ અને કોમ્ણપ્યુટરની સ્ક્રીનને ટર્નઓફ કરી, મેદાનીરમત અને બ્રેઈન સ્ટ્રોમીંગ એકસરસાઈઝ કરાવતી ઈન્ડોર રમતો રમીને બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરી આ વેકેશનને યાદગાર બનાવીએ.