સિહોર પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા અને જેના નામ થી હજી પણ અસામાજિક પ્રવુતિ કરનારા રીતસર ધ્રૂજે એવા શક્તિસિંહ ઝાલાના નામની સમગ્ર શહેરમાં ચર્ચાઓ થઈ રહી છે. ટૂંકમાં કહીએ તો શહેરની પ્રજા એમને કરેલા કામની સાથે સાથે એમના કાર્યકાળ દરમિયાન એમને કરેલી સોશ્યલ પ્રવુતિથી શહેરની પ્રજા આજે પણ એમને યાદ કરે છે. ઝાલાએ સિહોરમાં ત્રણ વર્ષ ફરજ બજાવી જે શહેરની પ્રજાને હંમેશ માટે યાદ રહેશે એમની કામ કરવાની પદ્ધતિની સાથે સાથે એમને અનેક ઉજડતા પરિવારોને જોડવાનું કામ કર્યું છે સાથે સાથે ઝાલાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સમગ્ર દેશમાં ઉજવાતા વિવિધ ધર્મના દરેક તહેવારો સિહોર પોલીસ સ્ટેશન ખાતે એમની હાજરીમાં શહેરના અગ્રણી અને આમ પ્રજા સાથે ઉજવણી હોંશે હોંશે હર્ષોલ્લાસ અને લાગણીસભર રીતે થતી હતી જેની હવે એકાએક બ્રેક લાગી છે જ્યારે આજના દિવસે એટલે કે ખાસ કરીને હોળી ધુળેટીની અનોખી અને યાદગાર રીતે કાર્યકાળના ત્રણ વર્ષમાં નગરજનો સાથે ઉજવણી થતી હતી જેની હવે બ્રેક લાગી છે અને આજના દિવસે સમગ્ર શહેરમાં ઝાલાની ચર્ચાઓ થતી હતી અને દબંગ પોલીસ અધિકારીને સૌ કોઈના મો પર યાદ કરતા જોવા મળ્યા હતા આપને એ પણ જણાવી દઈએ કે ઝાલાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ઈદ હોઈ કે નવરાત્રી કે પછી હોળી ધુળેટી કે પછી ભારતીય સંસ્કૃતિના તમામ તહેવારો આમ પ્રજા સાથે અહીંના પોલીસ મથકમાં ઉજવાયા છે જે સૌ જાણે છે એટલે કદાચ આજના દિવસે પણ ગામની પ્રજાના મુખે હજુ ઝાલાનું નામ સાંભળવા મળે છે.