ન.ચ.ગાંધી કુમારી વિદ્યામંદિરમાં મેઘાણીવંદના કાર્ય્ક્રમ યોજાયો હતો. જેમાં લોકગાયક શ્યામભાઈ મકવાણાએ પોતાનો કસુંબલ કંઠ દ્વારા બાળકો, વાલીઓ તથા શિક્ષકગણને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ તકે આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળના ધીરેનભાઈ વૈષ્ણવ તથા મંત્રી અરૂષિબેન ગણાત્રા ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત્ કર્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વનમાળીભાઈ દેલવાડિયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા સારી જહેમત ઉઠાવી હતી.