ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેધમહેર, મહુવામાં  ર ઈંચ વરસાદ

814

ભાવનગર જિલ્લામાં ઝાપટાથી લઈ બે ઈંચ વરસાદ પડ્યો છે.  મહુવામાં બે ઈંચ, પાલિતાણા, ભાવનગર ખને ગારિયાધારમાં દોઢ દોઢ ઈંચ વલ્લભીપુર અને ઉમરાળામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. અન્યત્ર છુટો છવાયો વરસાદ પડ્યો છે.  ભાવનગર જિલ્લામાં આજે બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ચાર વાગે ઘોઘામાર વરસાદ તુટી પડ્યો હતો. જયારે મહુવામાં મુસળધાર બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.

આજે સવારના ૬ થી સાંજના ૬ સુધીમાં ઉમરાળામાં ર૧ મી.મી., ગારિયાધારમાં ૩૪ મી.મી. જેસરમાં પ મી.મી., તળાજામાં ૧૧ મી.મી., પાલિતાણામાં ૩પ મી.મી. ભાવનગર શહેરમાં ૩૧ મી.મી., મહુવામાં ૪૮ મી.મી. અને વલભીપુરમાં ર૯ મી.મી. વરસાદ નોંધાયો છે.  આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩ર.૦ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ર૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પરમાણ ૯પ ટકા અને પવનની ઝડપ ૧ર કી.મી. પ્રતિ કલાકની રહી હતી.

Previous articleન.ચ. ગાંધી કુમારી વિદ્યામંદિરમાં ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલી અર્પી
Next articleચિટીંગના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી