મલેશિયન વડાપ્રધાન સાથે મોદીની વિસ્તારપૂર્વક ચર્ચા

381

રશિયામાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ  લેવા માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મલેશિયા અને જાપાનના વડાપ્રધાન સાથે વિસ્તારપૂર્વક બેઠક કરી હતી. જેમાં દ્ધિપક્ષીય સંબંધોને વધારે મજબુત કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદની સાથે જુદા જુદા વિષય પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન વિવાદાસ્પદ ઇસ્લામિક સ્કોલર જાકિર નાઇકના મુદ્દા મુદ્દા પર વાતચીત કરી હતી. જાકિર નાઇકના પ્રત્યાર્પણના મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો આ બાબત પર સહમત થયા હતા કે બંને દેશોના અધિકારી આ મુદ્દા પર સતત સંપર્કમાં રહેશે. જાપાનના વડાપ્રધાન શિન્જો આબેની સાથે પણ મોદીએ વાતચીત કરી હતી. ટુંક સમયમાં જ ભારતે સંરક્ષણ અને વિદેશી પ્રધાનો સાથે વાતચીત કરી હતી. રશિયાના બે દિવસના ઐતિહાસિક પ્રવાસ ઉપર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિનની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે સંરક્ષણથી લઇને ગગનયાન સુધીના ૧૩ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રશિયામાં પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં રશિયા અને ભારતના પ્રતિનિધિમંડળ વચ્ચે ૨૦માં રાષ્ટ્રીય સંમેલન બાદ બંને દેશોએ સંરક્ષણ, ટેકનોલોજી, એનર્જીથી લઇને સ્પેશ મિશન સુધીના જુદા જુદા વિષય ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આશરે બે કલાક સુધી ચાલેલા આ સંમેલનમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અનેક વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને વચ્ચે માત્ર પાટનગરો સુધી જ સંબંધ નથી. આ સંબંધના કેન્દ્રમાં પણ મુખ્યરીતે બંને દેશોના લોકોને જ રાખવામાં આવ્યા છે. ચેન્નાઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે એક દરિયાઈ રુટ બનાવવા ઉપર પણ પ્રસ્તાવ છે. મોદીએ કહ્યું હતું કે, બંને દેશો કોઇપણ દેશના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરતા નથી. ભારતના એચ-એનર્જી ગ્લોબલ લિમિટેડ અને રશિયાના નોવાટેકે ભારત અને અન્ય બજારોમાં એલએન્ડજીના પુરવઠા માટે એક સમજૂતિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયાના વ્લાદીમીર પુટિનની સાથે શિખર મંત્રણા માટે  અહીં પહોંચવાના કેટલાક કલાકો બાદ જ આ સમજૂતિની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયાના પ્રમુખ પુટિન સાથે વાતચીતને લઇને પણ ઉત્સુકતા રહી હતી. મોદીએ પુટિનને પોતાના ખુબ નજીકના મિત્ર તરીકે ગણાવીને કહ્યું હતું કે, ઇસ્ટર્ન ઇકોનોમીક ફોરમ માટે તેમને મળેલા આમંત્રણની બાબત ખુબ સન્માનજનક છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ  રશિયા પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદીની રશિયા યાત્રા પર પહેલાથી જ તમામની નજર હતી. બંને દેશોના સંબંધો દશકોથી ખુબ શાનદાર રહ્યા છે. કારણ કે રશિયા ભારતના સૌથી વિશ્વસનીય દેશ પૈકી એક તરીકે રહ્યુ છે.

રશિયા એક મલ્ટીપોલર દુનિયાને સારીરીતે સમજે છે. અમે બ્રિક્સ અને એચસીઓ જેવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. અનેક વૈશ્વિક મંચ ઉપર સાથે કામ કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, ભારત અને રશિયાની  સરકારે જરૂરી કોમોડિટી એક્ટમાં સુધારા કરવાની તૈયારી કરી લેવામાં આવી છે જેના ભાગરુપે કોમોડિટી એક્ટને વધારે ઓછા પ્રમાણમાં કઠોર રાખીને લોકલક્ષી બનાવવામાં આવશે. કોમોડિટી એક્ટમાં નિયમોને હળવા કરવાની તૈયારી શરૂ થઇ ચુકી છે અને હળવા કરવા માટે રાજ્યો તરફથી સહકારની માંગ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી ચુકી છે. કોમોડિટી એક્ટને સરળ કરીને આ કાયદા હેઠળ કરવામાં આવેલા ગુના માટે જેલની ફરજિયાત સજાને રદ કરી દેવામાં આવશે. ખાદ્યાન્ન મંત્રી રામવિલાસ પાસવાને આજે રાજ્યોના મંત્રીઓ સાથે વિસ્તારપૂર્વક બેઠક યોજી હતી.

આ બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્યો પાસેથી સહકાર મેળવીને કોમોડિટી એક્ટના કઠોર નિયમોને હળવા કરવામાં આવી રહ્યા છે. ભાવ સ્થિર રાખવા માટે એક ફંડની રચના કરવાની હિલચાલ પણ ચાલી રહી છે. આના માટે રાજ્યોને આદેશ પણ કરવામાં આવી ચુક્યો છે. તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓની કિંમતોને અંકુશમાં રાખવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. માર્ચ ૨૦૨૦ સુધીમાં આંતરરાજ્ય પોર્ટેબિલિ દેવામાં આવશે. રેશનિંગ કાર્ડની સ્કીમની પોર્ટેબિલિટીને ટૂંકમાં જ અમલી કરવામાં આવનાર છે. ૧૩ રાજ્યોમાં આ સ્કીમને અમલી કરવામાં આવનાર છે. રાજ્યોના મંત્રીઓ સાથે રામવિલાસ પાસવાન દ્વારા આજે બેઠક યોજવામાં આવ્યા બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કિંમતોને અંકુશમાં રાખવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે ભાવવધારાને ટાળવાની દિશામાં પહેલ થઇ રહી છે. કઠોર નિયમોને હળવા કરીને સામાન્ય લોકોને વધુને વધુ રાહત આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

Previous articleમુંબઇમાં ભારે વરસાદ વચ્ચે ૩૦ ફ્લાઇટો રદ
Next articleબિહાર સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રચંડ આગ લાગી ગઈ