કાશ વડાપ્રધાન રોજ આવતા હોય તો શહેરમાં વ્યવસ્થા ખૂબ જ સારી રહે. ટ્રાફિકના નિયમોનું પાલન પોલીસ કરાવે અને ગમે ત્યાં દબાણો થાય જ નહીં.
દબાણો હટાવી લેવાની સૂચના આપવામાં આવે અને રસ્તા પર ટ્રાફિક પોલીસ અને ઠેર ઠેર પોલીસના પોઈન્ટથી ખરેખર પાટનગરની સુરત બદલાઈ જાય. રસ્તા સાફ સુથરા રખાય અરે ત્યાં સુધી ખૂદ પોલીસ પોતાના દંડાથી માર્ગમાં આવતા રખડતાં ઢોરોને હાંકતા દૃશ્યો જોવા મળે.
જો કે તેટલો સમય રોજનું પેટીયું રળતા હોય તેવા નાના વેપારીઓને ભુખે મરવાનો વારો જરૂરથી આવે પરંતુ તેટલું સ્માર્ટસીટી કેપીટલ સીટી ગુજરાતના પાટનગર માટે વેઠવું પડે તો ભલે પણ કાશ… વડાપ્રધાન જેવા મહાનુભાવો રોજ ગાંધીનગરમાં પધારતા હોત તો કેવું સારૂ!!
આ દૃશ્યો ચ-૩ થી ઘ-૩ વચ્ચેના રોજીંદા ભીડભાડ વાળા વિસ્તારના છે જયાં વડાપ્રધાનનો મહાત્મા મંદિર જવાનો માર્ગ આવે છે. જયારે મહાનુભાવો આવવાના હોય ત્યારે ત્યાં ટ્રાફિકની વ્યવસ્થા, બેરી ગેટીંગ કરવામાં આવે છે. બાકીના સમયમાં પાટનગરની પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે. આજ સત્ય છે. જેને ઉપરનાથી નીચેના બધા જ જાણે છે પરંતુ સારૂ ફકત ભાષણોમાં જ ….