ભાવનગર યુનિવર્સીટીમાં ભૈાતિક વિભાગમાં વિજ્ઞાન દિવસના અવસરે પરમાણુ સહેલી ડો. નિલમ ગોયલ ધ્વારા પરમાણું ઉર્જા તેમજ ભારતના વિકાસની ચાર યોજનાઓ ઉપર એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભૈાતિક વિભાગના દરેક વિધાર્થી તેમજ પ્રોફેસરો તેમજ મુખ્ય હેડ ડો.ભટનાગર હાજર હતાં. સેમિનારમાં પરમાણું ઉર્જાથી વિજળી બનાવવા તેમજ ભાવનગરમાં મીઠી વીરડી પરમાણું વિજળી પરિયોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી તેમજ બતાવવામાં આવ્યંુ કે ભાવનગરમાં પરમાણું વિજળી મથકની સ્થાપનાથી હજારો લોકોને રોજગારી મળશે તેમજ પુરા ભાવનગર ની આસપાસના ક્ષેત્રનો બહોળો વિકાસ થશે.
ડો. ગોયલે જણાવ્યું કે લોકોને પરમાણું ઉર્જાથી વિજળી બનવવા અંગે સાચી જાણકારી નથી તેઓના મનમાં પરમાણું બોમ્બનો ખતરો રહે છે જેના કારણે તેઓ માને છે કે આ બોમ્બની જેમ ફુટી જશે જયારે ગોયલે બતાવ્યું કે પરમાણું વિજળી મથક સુરક્ષાની દ્રષ્ટિએ સૈાથી ઉત્તમ હોય છે. જયારે તેની મજબુતી વિશે વાત કરવામાં આવે તો એક મીસાઈલ પણ કદાચ તેના પર પડે તો પણ વિજળી મથકને કોઈ નુકશાન થશે નહી અને તેમણે જણાવ્યું કે લોકો ચર્નોબિલ દુર્ઘટના વિશે વાતો કરે છે પણ આજે એવા પ્લાન્ટ બનવાનું સદંતર બંધ થઈ ગયેલ છે. ડો. ગોયલે જણાવ્યું કે આપણા દેશમાં કુલ-ર૩ વિજળી મથકો કાર્યરત છે તેમજ આપણા દેશમાં પ૦ વર્ષથી પરમાણું ઉર્જાથી વિજળી બનાવવાનું કાર્ય થઈ રહયું છે અને આજ સુધી કોઈપણ અકસ્માત થયો નથી.
જે પણ પરમાણું મથક સ્થપાય છે તેની દિવાલ ૧ મીટર સીમેન્ટ કોન્ક્રીટ તેમજ લોખંડની દિવાલ ત્યારબાદ ખાલી જગ્યા અને ત્યારબાદ ફરીથી ૧ મીટર સીમેન્ટ કોન્ક્રીટ તેમજ લોખંડની દિવાલ બનાવવામાં આવે છે. કુલ મળીને સુરક્ષાની દ્રષ્ટિએ આ પરમાણુ વિજળી મથક અત્યંત સુરક્ષીત છે. અને આ પરમાણું વિજળી ઘર આવવાને કારણે લાખો લોકોને રોજગાર પ્રાપ્ત થશે, દરેક વિષર્થીઓએ ડો ગોયલની સેમીનારમાં જણાવેલી જાણકારીનંુ સમર્થન કર્યુ તેમજ દરેક અધ્યાપકગણે ડો.ગોયલના કાર્યોની સરાહના કરી તેમજ ભાવનગરમાં પરમાણું વિજળી મથકની સ્થાપના કરવા અંગે પૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી.