આજ તા. ૦૫ સપ્ટેમ્બર નાં રોજ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નન નાં જન્મ દિવસ નિમિતે દેશ માં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને વલ્લભીપુર ની એસ.પી.કુકડીયા શાળા માં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના ૫ થી ૧૦ ધોરણ નાં કુલ ૩૨ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને સમગ્ર શાળાનું શૈક્ષણિક કાર્ય સાંભળ્યું હતું. અને શાળા દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૩ વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવેલ. સમગ્ર આયોજન બદલ શાળા આચાર્ય તથા સૌ સ્ટાફ ગણે વિધાર્થીઓ ને શુભકામનાઓ પાઠવેલ.