રાણપુરમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નિકળી

472

બોટાદ જીલ્લાના રાણપુરમાં પર્યુષણ પર્વ પુર્ણ થતા મહાવીર સ્વામી ની શોભાયાત્રા નિકળી હતી.જૈન સમાજ માં પર્યુષણ પર્વ નું અનેરૂ મહત્વ હોય છે.પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજના લોકો ભગવાન મહાવીર સ્વામી ની આરાધના કરે છે સાથે આકરા જપ-તપ પણ કરતા હોય છે.  રાણપુરમાં ૪૦૦ વર્ષ જુના પ્રાચીન સંપપ્રતિ મહારાજા વખત ના શાંતિનાથ ભગવાન નું દેરાસર આવેલુ છે.જેમાં પરંપરાગત આ વર્ષ પણ ભવ્ય ચાતુર્માસ નું આયોજન કરવા માં આવ્યું હતું.રાણપુર જૈન સમાજ ના લોકો દ્વારા અઠ્ઠાઈ,ખીરસમુદ્ર તપ,અઠ્ઠામ જેવા વિવિધ  તપ કરવામાં આવ્યા હતા.પર્યુષણ દરમિયાન ભગવાન શ્રી મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણક ની ખુબજ શાનદાર ઉજવણી કરી હતી.પર્યુષણ પર્વની શોભાયાત્રા રાણપુરના જાહેર માર્ગો ઉપર ફળી હતી.જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.જ્યારે અંતમાં સમૂહ સંઘ જમણ નું આયોજન કરવામાં આવ્યુ હતુ..

Previous articleરાજુલાની બાલિકા વિદ્યાલયમાં ગણેશોત્સવની ઉજવણી કરાઈ
Next articleરાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં નવાનીર આવ્યા