ખેડુત મંડળમાં ૧૮,વેપારી મંડળમાં ૪,ખરીદ વેચાણ સંઘમાં ૧ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

524

બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી તા.૨૦/૦૯/૨૦૧૯ ના રોજ યોજનાર છે ત્યારે ખેડુત મંડળ,વેપારી મંડળ તેમજ ખરીદ વેચાણ સંઘમાં ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.

બોટાદ જિલ્લાના બરવાળા મુકામે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી પ્રથમવાર તા.૨૦/૦૯/૨૦૧૯ ના રોજ યોજાનાર છે જે અન્વયેનુ જાહેરનામુ તા.૧૦/૦૬/૨૦૧૯ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.જે અન્વયે તા.૦૫/૦૯/૨૦૧૯ ના રોજ સાંજના ૫ઃ૦૦ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ હતી જેમાં ખેડુત મંડળમાં ૧૮,વેપારી મંડળમાં ૪ તેમજ ખરીદ વેચાણ સંધમાં ૧ મળી કુલ ૨૩ ઉમેદવારોએ એસ.એન.જોષી ચુંટણી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર   સહકારી મંડળીઓ બોટાદને ઉમેદવારી પત્રો ભરી ચુંટણી અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા હતા.જયારે ઉમેદવારો દ્વારા ભરેલ ફોર્મ તા.૦૬/૦૯/૨૦૧૯ ચકાસણી કરવામાં આવશે તા.૦૯/૦૯/૨૦૧૯ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવશે તા.૨૦/૦૯/૨૦૧૯ ના રોજ ચુંટણી યોજાશે જ્યારે તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અગાઉ ધંધુકા એ.પી.એમ.સી.અન્ડરમાં આવતુ હતુ ત્યારબાદ પ્રથમ વાર જ એ.પી.એમ.સી.ની.ચુંટણી યોજાશે જેમાં ૨૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

ખેડુત મતદાર ઉમેદવારો

(૧) ખાચર કાળુભાઈ લગધીરભાઈ- ખાંભડા

(૨) પરમાર પરેશભાઈ બાવલભાઈ- બરવાળા

(૩) ડોડીયા આણંદસંગ નારણસંગ- ચોકડી

(૪) સોનાણી સવજીભાઈ મુળજીભાઈ- રોજીદ

(૫) ડાભી રામજીભાઈ વેલાભાઈ- રાણપરી

(૬) સરવૈયા જેઠાભાઈ સગરામભાઈ- ખમીદાણા

(૭) મોરી ઋતુરાજસિંહ ધીરૂભાઇ- બરવાળા

(૮) સોમાણી રામસંગભાઈ મોહનભાઈ- બરવાળા

(૯) શીલુ રમેશકુમાર કૃષ્ણલાલ- સાળંગપુર

(૧૦) સરવૈયા પરષોતમભાઈ મશરૂભાઈ- ખમીદાણા

(૧૧) ચુડાસમા સુરપાલસિંહ બેચુભા- શાહપુર

(૧૨) ગઢીયા હરિભાઈ સવજીભાઈ- ભીમનાથ

(૧૩) ખાનપરા છગનભાઈ તળશીભાઈ- રામપરા

(૧૪) પરમાર વજુભાઈ ભગવાનભાઈ- નાવડા

(૧૫) ગઢીયા સુરેશભાઈ તળશીભાઈ- રોજીદ

(૧૬) ખાચર ભરતભાઈ રણજીતભાઈ- સાળંગપુર

(૧૭) પઢાર નારસંગભાઈ મોતીભાઈ- રાણપરી

(૧૮) મોરી શિવુભાઈ નાનુભાઈ- બરવાળા

Previous articleપાલીતાણા તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
Next articleએસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં શિક્ષકદિનની ઉત્સાહ સાથે ઉજવણી