શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં ભાવિકો તલ્લીન બન્યા

545

ભાવનગર શહેરનાં વિવીધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની આસ્થાભેર ઉજવણી ચાલી રહી છે. મહોત્સવ દરમ્યાન દરરોજ મહાઆરતી સહિતનાં કાર્યક્રમોની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે  જેમાં ઘોઘા જકાત નાકા વિસ્તારમાં  મીરા પાર્ક ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે જેમાં ગણપતિ અન્નકુટ ધરાવામાં આવ્યા હતાં. જેનું વિસર્જન આજ રોજ કરવામાં આવશે. કણબીવાડ વિસ્તારમાં લેઉવા  પાટીદાર સમાજ દ્વારા ગણેશ ઉત્સવમાં મહા આરતી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેનં વિસર્જન ૮-૯ના રોજ કરવામાં આવશે.  મોખડાજી સર્કલમાં યુધ્ધ એ જ કલ્યાણ ગૃપ જયારે  ઘોઘાસર્કલમાં સિધ્ધી વિનાયક ગૃપ અને સંસ્કાર મંડળમાં સ્ટુડન્ટ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યો દરરોજ મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેનું વિસર્જન ૧ર-૯ના રોજ થનાર છે. ભાવનગરના નિલમબાગ દેવુબાગ કુમારશાળા સામે રહેતા ફોરમબેન દિપકભાઈ બારડએ પોતાના ઘરે જાતેથી માટીના કલાત્મક ગણેશજી બનાવી પરિવાર સાથે પુજા – અર્ચના કરે છે. ત્રણ વર્ષથી આ માટીના ગણપતિ બનાવે છે.

Previous articleનિલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં  નાસ્તા ફરતા આરોપી ઝડપી લેતી એલસીબી
Next articleકેરિયરની શરૂઆતમાં ઘણી વખત રિજેક્ટ કરાઇ : સ્વરા