પૂર્વોત્તર રાજ્યમાં ભાજપનો વિજય

611
bvn432018-16.jpg

દેશના ત્રિપુરા, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં યોજાયેલ ચૂંટણી બાદ આજરોજ મતગણતરી થતા ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતા ભાવનગર શહેર ભાજપ દ્વારા આ વિજયને વધાવી વિજયોત્સવ તરીકે મનાવ્યો હતો. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી વિભાવરીબેન દવે સહિતના અગ્રણીઓ તથા ભાજપના સભ્યોની બહોળી ઉપસ્થિતિ વચ્ચે ઘોઘાગેટ ખાતે આતશબાજી અને મિઠાઈની વહેંચણી કરી ભવ્ય ઉજવણી કરી હતી.

Previous articleપર્વના દિવસે પણ ફરજ સેવાને પ્રાધાન્યતા : ૧૦૮
Next articleલાંબા વાદ-વિવાદો બાદ પિલગાર્ડનનું લોકાર્પણ કરાયું