ગાંધીનગર નજીક આવેલી જેઠીપુરા અને વલાદ ગામ પાસે ડુપ્લીકેટ માવો બનાવતી ૨ ફેક્ટરી ધમધોકાર ચાલી રહી છે. જેની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ૨૦ કર્મચારીઓ ફેક્ટરી ઉપર ત્રાટક્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં બનાવટી માવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. છ કલાક કરતા વધુ સમય કાર્યવાહી કરવામાં લાગ્યો હતો. માવો બનાવવામાં વપરાતો પાઉડર પ્રાથમિક દ્રષ્ટિએ ટેલકમ પાવડર હોવાનું સામે આવ્યું છે. જો કે, ચકાસણી માટે માવાના નમૂના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી માવો બનાવતી ૨ ફેક્ટરી પર દરોડા તહેવારોમાં મોટા જથ્થામાં બનાવવામાં આવતો માવો અમદાવાદ સપ્લાય કરવામાં આવતો હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટી માત્રામાં બનાવેલા માવાને સિઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવટી માવો બનાવતી ૩ ફેક્ટરી માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. પરંતુ ટીમ ફેક્ટરીઓ પર પહોંચે તે પહેલા જ એક ફેક્ટરીનો સંચાલક તાળા મારીને ફરાર થઈ ગયો હતો. માવો જે પાવડર માટે બનાવવામાં આવતો હતો. જેને કાનપુરથી લાવવામાં આવતો હતો. બનાવટી ઓર્ડરમાંથી બનાવવામાં આવતો માવો હોય ચાલીસ રૂપિયાના ભાવે મળતો હતો. જ્યારે બજારમાં શ્રેષ્ઠ ગુણવત્તા વાળો ૧૩૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ડુબલીકેટ માવો બનાવવાની ફેક્ટરી ધમધમતી રહી હતી.