દીકરીને જન્મ આપતા પરિણીતાને માર મારી સાસરિયાઓએ કાઢી મૂકી

541

દીકરો દીકરી એક સમાન હોવાના ગમે તેટલા નારા લગાવવામાં આવે પરંતુ હજુ સમાજમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે.ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને માર મારીને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ સાથે પરિણીતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબોને ઈજાના મારના નીશાન મળી આવ્યા હતાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેને પહેલા ખોળે દીકરી જન્મી હોવાથી સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારીને દહેજની માંગણી કરવામાં આવી હતી.બાદમાં પરિણીતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.

મુસ્લિમ પરિણીતાએ સિવિલ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, તેના લગ્નના બે વર્ષમાં અનેકવાર માર મરાયો હતો. ઘરમાં તાળા મારીને ગોંધી રાખવામાં આવતી હતી. દહેજ માટે દોઢ લાખ આપ નહિતર તલાક આપી દેવાની પણ પતિ નાજીમ શેખ દ્વારા ધમકી અપાતી હોવાનું પરિણીતાએ જણાવ્યું હતું.બે મહિનાની દીકરી સાથે સિવિલ આવેલી પીડિતાના શરીર પરથી મારના નિશાન મળી આવ્યા હતાં. પરિણીતાનો પતિ નાજીમ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. સાસુ, જેઠાણી અને નણંદ અને પતિ તમામ મારતા હોવાનો આરોપ મુક્યો હતો. પરિણીતાએ જણાવ્યું હતું કે,મને અને મારા પરિવારને છોકરી જન્મથી ખુશી નથી છોકરો જન્મ આપતે તો ખુશ થયા હોત.ઘરના વાસણથી લઈ ઢીકામુક્કીનો માર અને પકડથી પણ મારવામાં આવતા હોવાના પતિ પર આક્ષેપ કર્યાં હતાં.

Previous articleલેગ સ્પીનર અબ્દુલ કાદીરના નિધનથી ભારે આઘાતનું મોજુ
Next articleગુજરાતના ૧૧૧ વોકલિસ્ટે રાગ કેદારની બંદિશ ગાઇ સર્જ્યો ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ