આર્થિક સુસ્તીની વચ્ચે સોનામાં નવી નવી ઉંચી સપાટી જોવા મળી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ચાંદીની ચમક પણ વધી રહી છે. જાણકાર લોકો માની રહ્યા છે કે, સોના અને ચાંદીની કિંમતોમાં ચમક હજુ અકબંધ રહી શકે છે. દુનિયામાં મોટાભાગની અર્થવ્યવસ્થા નરમી અથવા મંદીના દોરમાં છે. શેરબજાર તુટી રહ્યા છે. પ્રોપર્ટી બજારમાં સુસ્ત માહોલ છે. આવી સ્થિતિમાં સોનાને એવી સંપત્તિ તરીકે ગણી શકાય છે જેમાં રોકાણકારો સુરક્ષિત રોકાણ કરવા ઇચ્છુક છે. ચાંદીને લઇને પણ આશા જાગી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સોનામાં તેજી રહી શકે છે અને દિવાળી સુધી નવી ઉંચી સપાટી જોવા મળી શકે છે. આ કેલેન્ડર વર્ષમાં સોનાએ રોકાણકારોને ૨૦ ટકાથી વધુ લાભ આપ્યો છે જ્યારે ૨૦૧૮માં આમા રોકાણ કરનાર લોકોને છ ટકા લાભ મળ્યો હતો. ૩૧મી ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં સોનાના ભાવ ૩૨૨૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા જે આજે ૩૯૦૦૦ ઉપર છે. આવી જ રીતે વર્ષ ૨૦૧૯માં સોનામાં રોકાણ કરનારને ૨૦ ટકાથી વધુનો લાભ મળી ચુક્યો છે. આવી જ રીતે ચાંદીમાં ભાવ ૫૦૦૦૦ રૂપિયા પ્રતિકિલો પહોંચી ચુક્યો છે.