કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર સમાજના તમામ વર્ગો માટે આશાનું પ્રતિક છે. અમારી સરકાર દેશની રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણની પર્યાય બની ગઈ છે. સરકારના ૧૦૦ દિવસ પુરા થવાના પ્રસંગે શાહે કહ્યું કે આ દરમિયાન સરકારે ઘણાં ઐતિહાસિક નિર્ણયો કર્યા. જેમા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નિષ્ક્રીય કરવાની વાતનો પણ સમાવેશ થાય છે.શાહે ટિ્વટ કર્યું મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણનો પર્યાય બની ચૂકી છે. મોદી ૨.૦ના ૧૦૦ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા ઐતિહાસિક નિર્ણયો કર્યા, જેમાં ૭૦ વર્ષથી રહા જોઈ રહેલી ભારતીયોની આકાંક્ષાઓ સામેલ હતી. મોદી સરકાર સમાજના દરેક વર્ગની આશા બની ચૂકી છે. શાહે હેશટેગ મોદીફાઈડ ૧૦૦થી ટિ્વટ કરીને વડાપ્રધાનની પ્રશંસા કરી.ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવો, મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવવી અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર ગેરકાયદે ગતિવિધિ (રોકથામ) સંશોધન કાયદાને લાગુ કરવો મોદી સરકારનો મહત્વનો નિર્ણય છે.
તેમણ ટિ્વટ કર્યું હું પીએમ નરેન્દ્ર મોદી જી અને મંત્રીમંડળના મારા સહયોગીયોને મોદી ૨.૦ના ઐતિહાસિક ૧૦૦ દિવસ પુરા થવા પર અભિનંદન પાઠવું છે. હું તમામ દેશવાસીઓને આશ્વાસન આપું છું કે મોદી સરકાર અમારા રાષ્ટ્રના વિકાસ, કલ્યાણ અને સુરક્ષામાં કોઈ કસર છોડશે નહિ.