પહેલા દંડ ઓછો હોવાથી લોકો ટ્રાફિક નિયમોને ગંભીરતાથી નહોતા લેતાઃ ગડકરી

345

ટ્રાફિકના નિયમો તોડવા બદલ લાગુ કરાયેલા કમરતોડ દંડનો મોદી સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફરી બચાવ કર્યો છે.તેમણે નાગપુરના કાર્યક્રમમાં બોલતા કહ્યુ હતુ કે, આ પ્રકારનો દંડ લાગુ કરવા પાછળનો હેતુ લોકોને નિયમો પ્રમાણે ચાલવા માટે પ્રેરવાનો છે. લોકો માટે શું મહત્વનુ છે જિદગી કે પૈસા…તેમણે કહ્યુ હતુ કે, જે લોકો કાયદાનો ભંગ કરતા હતા તે દંડ ભરતા હતા. જો કોઈ કાયદાનો ભંગ નથી કરતો તો તેને દંડ ભરવાની જરૂર પડવાની નથી. આપણે રેડ લાઈટના નિયમો તોડીએ છે. રોજ અકસ્માત થઈ રહ્યા છે. લોકો જીવ ગુમાવી રહ્યા છે. લોકોમાં કાયદાનો ડર રહ્યો તો તે નિયમોનુ પાલન કરશે.તેમણે કહ્યુ હતુ કે, અત્યાર સુધી લોકો ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી નહોતા લેતા અને દંડની નાની રકમ ભરીને નિકળી જતા હતા. જ્યાં સુધી કાયદા કડક નહી બને ત્યાં સુધી આ વલણ નહી બદલાય. નવા નિયમ આવવાથી લોકો હવે લાઈસન્સ, ઈન્સ્યોરન્સ અને હેલમેટ પહેરવા માટે સજાગ બની રહ્યા છે.

Previous articleમોદી સરકાર સુરક્ષા અને વિકાસનો પર્યાય બની : ગૃહ મંત્રી અમિત શાહ
Next articleછેલ્લા ૫ મહિનામાં ૧૪૦ કરોડ કેશ,૫૨૪ કિલો સોનુ,૩ હજાર કિલો ચાંદી દાનમાં આવ્યુ