એલઆઈસી ગોલ્ડન જયુબિલી ફાઉન્ડેશન દ્વારા સોલાર પેનલનું લોકાર્પણ

486

એલઆઈસી ગોલ્ડન જયુબિલી ફાઉન્ડેશન દ્વારા ૧૮.૮પ વોલ્ટની સોલાર પેનલનું લોકાર્પણ કરવામાં આવેલ. શહેર અને જીલ્લાના ૪.પ લાખ બાળકો માટે કલરવ સ્થાન સમા શિશુવિહારમાં એલઆઈસી દ્વારા સોલાર પેનલ મુકવામાં આવેલ છે. ભાવનગરના વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જીથી પરિચિત બને તે હેતુસર શહેરનની એલઆઈસી કચેરીના સિનિયર ડિવિઝન મેનેજર કેપ્ટન એ.કે. મિશ્રા તથા માર્કેટિંગ મેનેજર એમ.એસ. ગુજરાતીના વિશેષ સહકારથી શિશુવિહાર સંસ્થાના રંગમંચ પર મુકાયેલ ૧૮.૮પ કિલો વોલ્ટની સોલાર પેનલનું લોકાર્પણ તા. ૭ સપ્ટેમ્બરે  કેપટન એક. કે. મિશ્રાના વરદ હસ્તે કરવામાં આવેલ. શહેરના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરની અનન્ય સેવા કરનાર કેપટન એ.કે. મિશ્રાનું નાગરિક અભીવાદન સંસ્થાના પ્રમુખ નિર્મળભાઈના હસ્તે કરાયું હતું.

Previous articleજેસર તાલુકા પ્રમુખ નિતેન્દ્રસિંહ મૃત્યુ પછી દેહદાન કરશે
Next articleશિશુવિહારમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં ૩૮૪ બેહનોનું રૂા. પ.૦૪ લાખની સહાય