શહેરમાં સંપુર્ણ સુવિધાથી સજજ ‘આયુષ પ્લાઝા’નું ભુમિપુજન કરાયું

781
bvn532018-12.jpg

આજરોજ ભાવનગર શહેરની મધ્યમાં જેલ રોડ પર આવેલ ગઢડા બંગલો તરીકે પ્રખ્યાત જગ્યા પર આકાર પામી રહેલ અતિ અદ્યતન આયુષ પ્લાઝા કોમર્શીયલ કોમ્પ્લેક્ષનું બુકીંગ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના પૂ.ત્યાગરાજ સ્વામીજી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા દેશ-વિદેશોમાં ખ્યાતિપ્રાપ્ત સુપ્રસિધ્ધ ગઝલકાર મનહર ઉધાસ દ્વારા ખુલ્લુ મુકાયું હતું. શહેરના જેલ રોડ પર આવેલ ગઢડા બંગલોવાળી જગ્યામાં સર ટી. હોસ્પિટલ સામે સંપૂર્ણ સુવિધાયુક્ત આકાર પામી રહેલ કોમ્પ્લેક્ષ હોસ્પિટલ, શો-રૂમ, શોપ્સ, બેંક, એટીએમ લેબોરેટરી જેવા દરેક વ્યવસાયને અનુકુળળ જગ્યા હોવાથી તેની ખાસ્સી એવી ઉત્સુક્તા લોકોમાં જોવાઈ રહી છે. આયુષ પ્લાઝાના કોમર્શીયલ કોમ્પ્લેક્ષના બુકીંગ પ્રારંભ સમારંભમાં સવારથી જ લોકોને સારો એવો ધસારો જોવા મળ્યો હતો. ડેવલોપર ગૌરવભાઈ શેઠ તથા પદમશીભાઈ વિઠ્ઠાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આજ સવારથી જ શહેરના અગ્રણી બિલ્ડરો, રાજકિય આગેવાનો, વકીલો, ડોક્ટરો તથા પ્રતિષ્ઠિત નાગરીકો દ્વારા તેમના પર વિશેષ શુભેચ્છા મુલાકાતોનો સીલસીલો શરૂ રહ્યો હતો.

Previous articleસિહોરના પોશ વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોના તાળા તુટ્યા
Next articleઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને લઈને નેતા-તંત્રનું ઉદાસીન વલણ..?!