ફાયર દ્વારા સેફટી વગરની ૧૧૦ દુકાનો સીલ કરાઈ

380

સુરતમાં આગકાંડની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી વગરના કોમ્પલેક્ષો અને દુકાનોને સીલ મારવામાં કામગીરી ચાલુ છે. નોટિસ આપવા છતાંયે કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફટી લગાવવામાં ન આવતા અંતે ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરતમાં ઉધના વિસ્તારમાં ઉધના બસ સ્ટેશન ખાતેના કોમ્પલેક્ષમાં ૧૧૦ અને જૈન પ્લાઝમા ૪૦ દુકાનો સીલ કરવામાં આવી છે.

સુરતમાં મહા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને ફરી વાર સિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.ખાનગી ઈમારતોને સીલ કર્યા બાદ મહા નગરપાલિકાના ફાયરવિભાગ દ્વારા ઉધના બસ સ્ટેશનના ટર્મિનસને સીલ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત બસ ડેપોના કોમર્સિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જોકે અવાર-નવાર નોટિસ આપ્યા છતાં ફાયર સેફ્ટી લગાવવામાં આવતી ન હતી. અંતે ૧૧૦ દુકાનોને સીલ કરવામાં આવી છે.

Previous articleવિદ્યાર્થીનીને લિફ્ટ આપવાનું કહી નરાધમ શિક્ષકે અડપલાં કર્યા
Next articleનકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની એરપોર્ટ પર ધરપકડ