બોટાદ જીલ્લાનું રાણપુર કોમી એકતા માટે જાણીતુ શહેર છે.કોઈપણ માણસ ને કોમી એકતા જોવી હોય તો એ માણસ ને રાણપુર ની મુલાકાત અચુક લેવી પડે કારણ કે રાણપુર માં હિન્દુ ના તહેવાર હોય કે મુસ્લિમ નો તહેવાર હોય હિન્દુ-મુસ્લિમ સમાજના તમામ લોકો સાથે હળી મળી તહેવારની ઉજવણી કરે છે.ત્યારે રાણપુરના કુંભારવાડામાં આવેલા રામજી મંદીર સેવક સમુદાય દ્વારા વર્ષોથી જળજીલણી એકાદશી ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.વર્ષો જુની પરંપર મુજબ આ વખતે પણ જળજીલણી એકાદશી ધામધુમ થી ઉજવવામાં આવી હતી.બપોરના ૨ વાગે ઠાકર ભગવાન ભાદર નદીમાં જળ જીલવા ગયા હતા.ભાદર નદીમાં ત્રિવેણી સંગમ છે.આ ત્રિવેણી સંગમ ભાદર નદીમાં ભગવાન જળ જીલવા ગયા હતા.ત્યારબાદ રામજી મંદીર કુંભારવાડામાંથી જલજીલણી એકાદશીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.ઠાકર ભગવાનની નગરયાત્રા કુંભારવાડામાંથી નિકળી રતન ચોકથી પસાર થઈ આંબલીયા ચોરા પાસે પહોચી હતી જ્યા મોલેસલામ ગરાસીયા દરબાર સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ત્યાથી યાત્રા બાલાજી મંદીર ખાતે પહોચી હતી.બાલાજી મંદીરના મહંત યોગેશ બાપુ દ્વારા ઠાકર ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ.જયારે યાત્રા પરા વિસ્તારમાં અંબેમાં મંદીરે,પોલીસ સ્ટેશન પાસે થી ગીબરોડ,મેઈન બજારમાંથી મોટાપીરના ચોક માં ઠાકર ભગવાનની શોભાયાત્રા પહોચતા રાણપુર મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રા નું તથા ઠાકર ભગવાનની પાલખી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.સાથે મુસ્લિમ સમાજના આગેવાનો એ રામજી મંદીરના મહંત કનૈયા મહારાજ નું ફુલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.ઠેર-ઠેર ચા પાણી,સરબત,રાવળવાળા ના ખાંચા પાસે બટેકા ની સુકી ભાજી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.જયારે જલજીલણી એકાદશી અને મહોરમ એક સાથે હોય રામજી મંદીરના મહંત કનૈયા મહારાજે મુસ્લિમ સમાજ ને મહોરમ ની શુભકામના પાઠવી હતી.આ સમયે કોમી એકતાનો જબરજસ્ત માહોલ જોવા મળ્યો હતો.ભારે હર્ષોલ્લાસ સાથે ઠાકર ભગવાનની શોભાયાત્રા રાણપુર ના જાહેર માર્ગો ઉપર નિકળતા મોટી સંખ્યા ભકતો ઠાકર ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા…