સંતો મોરારિબાપુની માફી નહીં માંગે તો અમે ઉપવાસ પર ઉતરીશું : ત્રિપાખ સાધુ સમાજ

885

કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જે માટે બંધબારણે બેઠક કરવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણના સંતોએ મોરારિબાપુ વિશે હવે કોઇ અમારા સંત વિવાદીત નિવેદન નહીં આપે તેવી ખાતરી આપી હતી. તેમજ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ગિરનાર તળેટી જૂનાગઢ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કોઈપણ સ્વામિનારાયણના સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન આપશે નહીં અને આ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ ખાતરી આપી છે. આ બાદ આજે ત્રિપાખ સાધુ સમાજ વતી ડો.રામેશ્વરબાપુ હરિયાણીએ કહ્યું છે કે જ્યાં સુધી વિવેકસ્વામી મોરારિબાપુની માફી નહીં માંગે ત્યાં સુધી સાધુ સમાજ લડત ચલાવતો રહેશે. ત્રિપાખ સાઘુ સમાજનાં ડો. રામેશ્વર બાપુ હરિયાણીએ આ અંગે જણાવ્યું કે, ’સૌપ્રથમ તો જગુબાપુ અને ઇન્દ્રબાપુ દ્વારા સનાતન ધર્મની વાત થઇ તે માટે હું વંદન કરૂં છું. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સમુદાયનાં સંતો પણ આવ્યાં પરંતુ જે લોકો મોરારિબાપુ અંગે જેમતેમ બોલ્યા છે તેમને અને આમને કંઇલેવા દેવા નથી. હું મીડિયાનાં માધ્યમથી બધું જ જોઉં છું. જે લોકો જેમતેમ બોલ્યાં છે તે લોકો ક્યાં છે તેની કોઇને ખબર નથી. પહેલા તો તેમણે બહાર આવવું જોઇએ અને મોરારિબાપુ અંગે જે શબ્દો બોલ્યાં હતાં તે અંગે જાહેરમાં માફી માંગે.

Previous articleપત્નીએ નવી ગાડી માટે પૈસા માંગ્યા, પતિએ લાફા મારીને તલાક આપ્યા
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટીઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કરાઈ વિશ્વ શાંતિ પ્રાર્થના