વિશ્વ પ્રસિધ્ધ જાપાનીઝ ફ્રી સ્ટાઈલ ફૂટબોલર કોટારો ટોકુડાએ આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. શહેરના એસ.જી હાઇવે પર સરખેજ રોડ પર આવેલી એલ.જે.કોલેજમાં આ લોકપ્રિય જાપાનીઝ ફ્રી સ્ટાઇલ ફુટબોલર કોટારો ટોકુડાએ પોતાની સ્કીલ્સ પ્રદર્શિત કરી ફ્રી સ્ટાઇલ કરતબો અને થીરકતાં મ્યુઝિક વચ્ચે હેરતંગેઝ કરતબો અને પ્રયોગો દર્શાવતાં તે જોઇ કોલેજીયન યુવક-યુવતીઓ દંગ રહી ગયા હતા. આ પ્રસંગે કોટારો ટોકુડાએ ભારતીય યુવાઓની ક્ષમતાને બિરદાવતાં જણાવ્યું હતું કે, ભારતના યુવાઓમાં સ્પોર્ટસને લઇ બહુ પોટેન્શીયલ છે અને તેઓ વિશ્વકક્ષાએ કાઠુ કાઢી શકે તેમ છે. બસ જરૂર છે માત્ર સખત મહેનત, પ્રેકટીસ અને કમીટમેન્ટની. રેડ બુલ એથ્લીટ અને જાપાનીઝ ફ્રી સ્ટાઈલ ફૂટબોલ સ્ટાર કોટારો ટોકુડાએ આજે અમદાવાદમાં ન્યુ એલ.જે. કોલેજ કેમ્પસમાં પોતાની વિખ્યાત ફૂટબોલ સ્કીલ્સ ફૂટબોલનાં ચાહકો સમક્ષ પ્રદર્શિત કરી હતી.
, ત્યારે કોલેજના સેંકડો યુવક-યુવતીઓ તેમના કરતબો અને ફ્રી સ્ટાઇલ પ્રયોગો જોઇ જોરદાર ચિચિયારીઓ સાથે રોમાંચિત થઇ ઉઠયા હતા અને ખુશીથી ઝુમી ઉઠયા હતા. કોટારો ટોકુડા ફૂટબોલમાં જો ડ્રોપીંગ અને એક્રોબેટિક સ્કીલ્સ માટે જાણીતા છે. ટોકુરાએ જ્યારે પોતે છઠ્ઠા ગ્રેડમાં અભ્યાસ કરતા હતાં, ત્યારે ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. ત્રણ વર્ષ બાદ ટોકુડાને ફૂટબોલની રમત પોતાને થયેલી ઈજાને કારણે છોડી દેવાની ફરજ પડી હતી.
આ સમયગાળામાં ટોકુડાએ પોતાના હોમટાઉનમાં ટીમ-લિંગોનાં સભ્ય તરીકે ફ્રી સ્ટાઈલ ફૂટબોલની સ્કીલ્સને વિકસાવવાની શરૂઆત કરી હતી. સમર્પિતતા અને કુદરતી પ્રતિભાનાં સંમિશ્રણ એવા ટોકુડાએ વર્ષ ૨૦૦૯માં રેડબુલ સ્ટ્રીટ સ્ટાઈલ જાપાન ફાયનલ જીતી હતી. વર્ષ ૨૦૧૨માં કોટારો ટોકુડાએ રેડબુલ સ્ટ્રીટ સ્ટાઈલ વર્લ્ડ ફાયનલમાં ભાગ લીધો અને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું તેનું સ્વપ્ન સાચું પડ્યું. વિવિધ ટીવી કાર્યક્રમોમાં તેને કેમેરા સમક્ષ પરફોર્મ કરવા આમંત્રણો મળતા અને ત્યારથી આજ સુધી તેને વિશ્વભરમાંથી આ સ્પોર્ટસનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવામાં આવે છે અને વિશ્વભરમાંથી પરફોર્મ કરવા આમંત્રણો મળતા રહે છે. મુંબઈમાં યોજાનારી રેડબુલ સ્ટ્રીટ સ્ટાઈલ ઈન્ડિયા ફાયનલ્સમાં કોટારો ટોકુડા જજ તરીકે સેવાઓ આપશે.
રેડ બુલ એથ્લીટ અને જાપાનીઝ ફ્રી સ્ટાઈલ ફૂટબોલ સ્ટાર કોટારો ટોકુડાએ રેગ્યુલર ફુટબોલની રમત અને ફ્રી સ્ટાઇલ ફુટબોલની રમત વચ્ચેનો ભેદ સમજાવતાં જણાવ્યું કે, રેગ્યુલર ફુટબોલમાં બંને બાજુ ગોલ કરવાનો હોય છે અને તે એક ટીમના સ્વરૂપમાં રમવામાં આવે છે. જયારે ફ્રી સ્ટાઇલ ફુટબોલ કોઇપણ વ્યકિત એકલા રમી શકે છે, તેમાં મ્યુઝિક અને એરોબીક, જાઝ, બ્રેકડાન્સ, જીમ્નેશીયમ સહિતનું મિશ્રણ હોય છે. ફ્રી સ્ટાઇલમાં ક્રિએટીવ અને ઓરિજનાલિટી જાળવી રાખવાની મહત્વતા પણ તેમણે ખૂબ ભાર મૂકયો હતો. આજની સ્પોર્ટસ ઇવેન્ટમાં ભારતની પ્રથમ મહિલા ફોર્મ્યુલા વન રેસર મીરા એરડાએ પણ ખાસ હાજરી આપી હતી.