વેરાવળમાં મુસ્લીમ બિરાદરોની વિશાળ હાજરી વચ્ચે તાજીયા ઝુલુસ નિકળ્યુ

647

વેરાવળમાં આજે મુસ્લીમ બિરાદરો દ્વારા વિશાળ તાજીયા ઝુલુસ નિકળ્યુ હતું. કુલ ૫૦ નોંધાયેલા તથા ૫૦  અન્ય નાના મોટા ૧૦૦ જેટલા  કલાત્મક તાજીયા સાથે ભવ્ય તાજીયા ઝુલુસ નિકળ્યુ હતું. જે દરિયાકિનારે ટાઢા થયા હતા. યા હુસેનના નારા સાથે ઇમામ હુસેન અને ૭૨ શહિદોને યાદ કર્યા હતા.

કરબલામાં શહિદ થયેલા ઇમામ હુસેન તેમજ તેમના સૈનિકોની યાદમાં વેરાવળમાં ભારે દુઃખની લાગણી સાથે મહોરમની ઉજવણી કરવામાં આવે છે. દસ દિવસથી આરબચોક ખાતે સુન્ની મુસ્લીમ જમાત દ્વારા વાએઝ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ દસ દિવસથી શબ્બીલે ન્યાઝ હુસેન સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી અનેક મુસ્લીમ કમીટીઓ દ્વારા સુંદર મજાના કાગળ, કલર, પૂઠા,કલાત્મક  તાજીયા બનાવવામાં આવે છે. ગઇકાલે તાજીયા પડમાં આવ્યા હતા અને આજે આરબચોકથી ૧૦૦ જેટલા કલાત્મક તાજીયા સાથે ભવ્ય ઝુલુસ યા હુસેનના નારા સાથે નિકળ્યુ હતું જે આરબચોકથી જૈન હોસ્પિટલ, રામભરોસા, ટાવરચોક, ઝાલેશ્વર ખાતે દરિયમાં તાજીયાને ટાઢા કરાયા હતા. આ ઝુલુસમાં મુસ્લીમ સમાજના પ્રમુખ અનવરભાઇ ચૌહાણ, અફઝલ સર,હાજી  ફારૂક મૌલાના, રફીક મૌલાના, અબુ તાઇ, તાજીયા કમીટીના ઇકબલાભાઇ ચૌધરી સહિતના મુસ્લીમ બિરાદરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા. તાજીયા ઝુલુસનું ઠેર ઠેર હિન્દુ મુસ્લીમ આગેવાનોએ સ્વાગત કર્યુ હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશામળદાસ કોલેજે તખ્તસિંહજી પરમારને શ્રધ્ધાંજલિ પાઠવી