ભુપેન્દ્રસિંહ, જીતુ વાઘાણી અનિડા ગામે પહોંચ્યા

1128
bvn732018-7.jpg

રંઘોળા નજીક થયેલા અકસ્માતમાં ૩૧ વ્યક્તિઓના થયેલા મોતના સમાચાર મળતાની સાથે જ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને સર્વપ્રથમ તેઓ સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ તેઓને યોગ્ય સારવાર આપવા ભલામણ કરી હતી અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ તેઓ જીતુ વાઘાણી સાથે અનિડા ગામે પહોંચ્યા હતા. તેમની સાથે મહેન્દ્રસિંહ સરવૈયા ઉપરાંત ભીખાભાઈ બારૈયા, પ્રવિણભાઈ રાઠોડ, કુંવરજીભાઈ બાવળીયા સહિત જોડાયા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપવા સાથે મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

Previous articleમેયર સહિત આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા
Next articleઅનિડા ગામમાં ૨૦૦ની વસતીમાંથી ૨૦નાં મોત, નથી સ્મશાન કે કોઈ પાકુ મકાન !