મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા આજે આયોજિત કાર્યક્રમમાં ૧૨૦થી વધુ શહીદ પરિવારને સન્માનિત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં શહીદ જવાનોના પરિવારને સુરતમાં લાવીને તેમનું જાહેર સન્માન કરવામાં આવશે સાથે જ ૨.૫૦ લાખનો ચેક પ્રત્યેક પરિવારને આપવામાં આવશે. આ ક્રાયક્રમમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત પણ હાજર રહેશે. અને શહીદ જવાનોના પરિવારનું સન્માન કરશે.
વરાછાના મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘શહીદો ને સલામ’ નામનો કાર્યક્રમ યોજશે. ટ્રસ્ટ દ્વારા શહીદોના પરિવારને સન્માનિત કરવાનો આ ત્રીજો કાર્યક્રમ શહેરમાં યોજાવા જઇ રહ્યો છે. જેમાં સેનાના ભૂતપૂર્વ અને વર્તમાન અધિકારીઓને પણ બોલાવવામાં આવશે. શહેરના શ્રેષ્ઠીઓના હસ્તે શહીદોના વીર પરિવારને સન્માનિત કરવામાં આવશે. મોરારિબાપુના મુખેથી શહીદો માટેની કથા અગાઉ પણ યોજાઈ હતી. જેમાંથી એકઠી થયેલી દાનની રાશીના વ્યાજમાંથી હવે દરેક પરિવારને આર્થિક રીતે સહાયભૂત થઈ શકાય તે માટે અઢી લાખનો ચેક એનાયત કરવાનું આયોજન કરાયું છે.