આવતીકાલથી સવંત ૨૦૭૫ શાકે ૧૯૪૧ જૈન સંવંત ૨૫૪૫ શરદ ઋતુ પ્રારંભ થતો તા.૧૫-૯-૧૯-૨૧ ભાદ્રપદ માસનો કૃષ્ણ પક્ષ (પિતૃપક્ષ)તા૨૮ સપ્ટેમ્બર ૧૯નાં રોજ સર્વપિત્રી અમાવસ્યા ને દિવસે પૂર્ણ થશે. જ્યારે ઉત્તર ભારત વ્રજ ભૂમિ તથા રાજસ્થાન પ્રદેશમાં કાલથી આશ્વિન માસનો પ્રાંરભ થશે.
દિન વિશેષતાની દષ્ટિએ જોઈએ તો તા.૧૫ દ્વિતીય (બીજા)નું શ્રાધ્ધ પંચક તા.૧૬ પંચક સમાપ્તિ ક. ૨૮-૨૨, પારસી માસ આદિબેહેસ્ત (૨) પ્રારંભ તા.૧૭ તૃતીયા (ત્રીજા)નું શ્રાધ્ધ સંકષ્ટ ચતુર્થી (અંગારીકા)ચન્દ્રોદયનો સમય રાત્રીનાં ક.૨૦ મિ.૪૬ સૂર્ય કન્યામાં તા.૧૮ ચતુર્થી (ચોથાનું શ્રાધ ભરણી શ્રાદ્ધ શનિ માર્ગી તા.૧૯ પંચમીનું શ્રાધ કૃતિકા શ્રાધ તા.૨૦ છઠ્ઠનું શ્રાધ તા.૨૧ સાતમનું શ્રાધ મહાલક્ષ્મી વ્રત સમાપ્ત શનિરોહિણી અમૃત શિધ્ધિ યોગ સુર્યોદથી ક.૧૧-૨૨ સુધી તા.૨૨ અષ્ટમી (આઠમ)નું શ્રાધ્ધ કાલાષ્ટમી તા.૨૩ નવમી શ્રાધ્ધ અવિધવાનની દક્ષિણ ગોલ પ્રારંબ તા.૨૪ દશમનું શ્રાધ્ધ તા.૨૫ એકાદશીનું શ્રાધ ઈન્દિરા એકાદશી સન્યાસીનાં મહાલય મંગળ કન્યા રાશિમાં તા.૨૬ રેટીયા બારસ તેરસનું શ્રાધ્ધમધાશ્રાધ્ધ પ્રદોષ તા.૨૭ ચતુદર્શીનો ક્ષય છે. માસિક શિવરાત્રી સર્ય નક્ષત્ર હસ્ત (વાણી ગધેડો સ્ત્રી સ્ત્રી સુસુ) તા.૨૮ સર્વપક્ષી અમાવસ્યા પુનમ અમાસનું શ્રાધ.
આ વિભાગમાં દર વખતે પ્રયાણ પ્રવાસી ખરીદી વેચાણ મહત્વની મિટીંગ ોકર્ટ કચેેરી કે કામકાજ અગરતો એવા અન્ય રોજબરોજનાં નાના મોટા મહત્વનાં કાર્યો માટે તથા અગત્યનાં નિર્ણયો માટે શુભ અશુભ તથા મધ્યમ દિવસોની વિગત વાચક ભાઈબહેનો માટે આપવામાં આવે છે. આ વખતે પખવાડીયું પિતપક્ષનું હોઈને પક્ષ અશુભ હોવાથી એ પ્રકારનાં કાર્યો ન કરવા તથા મુલત્વી રાખવા સલાહ છે.
ગ્રામ્યજનો તેમજ ખેડુતો મિત્રો માટે ખાસ કરીને ખેતીવાડી સંબંધીત શુભ મુર્હતો નં દિવસો તરફ દ્રષ્ટી કરીએ તો હળ જોડવા માટે તા.૧૫, ૧૬, ૨૫ તથા ૨૬એ દિવસો શુભ છે. વતમાન દિવસોમાં અડદ ઝાકરી લાલ તલ જુવાર ગાજર ટામેટા ફેલાવર કોબીજ કાળા મગ તુવેર ભીડા તેમજ જુવારનાં વાવેતર કરવાનું વિશેષ મહત્વ છે. વાવણી રોપણી તથા બીજ વાવા માટે તા.૧૫-૧૬-૨૫ તથા ૨૬ અનાજની કાપણી લાગણી તથા નિંદામણ માટે તા.૧૫-૧૯-૨૦-૨૫, ૨૬ થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય તથા ભુઓ ચલણ તરવવા માટે તા.૧૬ ખરીદી તથા વેચાણ માટે પણ તા.૧૬ ઉત્તમ છે.
ગોચરનાં વર્તમાન ગ્રહોની ચાલનો અબ્યાસ કરતાં સંક્ષિપ્ત રાશિ ભવિષ્ય જોઈએ તો ખાસ કરીને મેન કર્ક તુલા મકર રાશિ ધરાવતા ભાઈ બહેનો માટે આ તબક્કો શ્રેષ્ઠ અને શુભ ફળદાયક હોવાથી સુખ સંતોષ પ્રગતિ ધનલાભ તથા નવી નવી તકોનો ઉદભવ સુચવે છે. ધાર્યા કાર્યોમાં સફળતા, નાણાકીય લાભનાં ચાન્સ આનંદ ઉલ્લાસ તથા સુખદ અનુભૂતિનો અહસાસ કરાવે. મિથુન કન્યા, ધન તથા મીન રાશિ ધરાવતી વ્યક્તિઓ માટે આ તબક્કો પ્રતિકુળતા તથા કષ્ટ જનક હોવાથી વ્યગ્રતા આઘાત પ્રત્યાઘાત સ્વજનો સાથે મતાંતર ઘર્ષણ વિશઅવાસઘાત અપયશ કલેશ તથા નાની મોટી બાબતોમાં વાદવિવાદ તથા માનહાનીનાં પ્રસંગોનું સૂચન કરે છે.
વૃષભ સિંહ વૃશ્ચિક તથા કુંભ રાશિ ધરાવતી વ્યક્તિઓ માટે આ ગામે દરેક રીતે મધ્યમ તથા સંપિશ્રા ફળદાયક હોવાથી આર્થિક ચિંતા વ્યર્થ વાદવિવાદ શારિરીક તાદુરસ્તી દુઃખ વિનાકારણ આક્ષેપોનું વારવાર ઉપસ્થિત થયાર કરે છે કલહ અગત્યના કામકાજમાં વિલંભ વિઘનો તથા આવકનાં પ્રમાણમાં વધુ પડતો ખર્ચ રહ્યા કરે. મુંઝવતી સમસ્યાનો નિરાકરણ માટે વાચક ભાઈ બહેનો મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી સમાધાન પ્રાપ્ત કરી શકશો.
Home Vanchan Vishesh આવતીકાલથી પ્રારંભ થતા ભાદ્રપદ માસનાં કૃષ્ણ પક્ષ (પિતૃપક્ષ)નાં દિવસોનું સંક્ષિપ્ત પંચાગ વિવરણ