કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા ભારે ભરકમ દંડનો વિરોધ કેટલાક અનેક જગ્યાએ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાત ભાજપનાં અગ્રણી ડોક્ટર ભરત કાનાબારે ટ્રાફિકનાં નિયમો વિરુદ્ધ ટિ્વટ કરી છે. તેમણે ટિ્વટમાં લખ્યું છે કે, ’નવા ટ્રાફિક દંડ અમાનવીય છે. મંદી અને મોંઘવારીથી પીડાતી પ્રજા માટે દંડને ’દાઝ્યા પર ડામ’ જેવો છે.’ ડો. ભરત કાનાબાર ટિ્વટ કરીને લખ્યું છે કે, મંદી અને બેરોજગારીના સમયમાં ટ્રાફિક દંડમાં થયેલ રાક્ષસી વધારો પ્રજા માટે “દાઝયા પર ડામ” છે. છકડો રિક્ષામાં જાનનું પૂરું જોખમ છે એ જાણવા છતાં ગરીબ નબળી સ્થિતિને કારણે તેમાં મુસાફરી કરે છે. માનવ ઝીંદગી બચાવવાનો હેતુ સિદ્ધ કરવા અમાનવીય દંડ નહિ પણ ટ્રાફિક નિયમોનો સખ્તાઈથી અમલ કરાવો !