કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને ભલે હાલના સત્રમાં ટી૨૦ ક્રિકેટમાં રાષ્ટ્રીય ટીમમાં તક મળી નથી. સંભવ છે કે ટીમ મેનેજમેન્ટ તેના વિકલ્પો શોધી રહ્યું હોય પરંતુ જાણકારોનું માનવું છે કે આ યુવા ખેલાડીઓને અત્યારથી સાઇડમાં કરવા ઉતાવળ ગણાશે. આ બંન્નેની જોડીએ છેલ્લા ૨૪ મહિનામાં પ્રભાવી પ્રદર્શનથી સીમિય ઓવરોમાં પોતાની ધાકને મજબૂત કરી છે.
તેમ છતાં કુલદીપ અને ચહલને સતત બે ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. તેમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હાલની ઘરેલૂ સિરીઝ સામેલ છે. ધરમશાળામાં પ્રથમ ટી૨૦ પૂર્વે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે રાહુલ ચહર અને વોશિંગટન સુંદર જેવા ખેલાડીઓને અજમાવી રહ્યો છે કારણ કે તે બેટિંગમાં વધુ ઉંડાણ અને સતત ૨૦૦થી વધુનો સ્કોર બનાવવા ઈચ્છે છે.
ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાએ કુલદીપ અને ચહલને બહાર રાખવાના નિર્ણયના સંબંધમાં કહ્યું, ’તેની પાછળ વિચાર તે છે કે જો બેટિંગમાં ઉંડાણ છે તો તમે ચોક્કસ રીતે બેટિંગ કરી શકો છે. પરંતુ આ પ્રકારના ઉંડાણ સાથે તમે પરંપરાગત રીતથી રમી શકતા નથી. ઈંગ્લેન્ડે તેમ કર્યું. તેણે બેટિંગમાં ઉંડાણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું કારણ કે તે ૪૦૦ રન (વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં) બનવવા ઈચ્છતા હતા અને તેણે ઘણીવાર તે હાસિલ કર્યું છે.’