તળાજા એસ.ટી. બસ સ્ટેન્ડનું ર કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

902
bvn1892017-5.jpg

એસ.ટી ભાવનગર ડિવિઝનના તળાજા ખાતે નવા એસ.ટી બસ સ્ટેશનનુ રૂ.ર કરોડના ખર્ચે બાંઘવામાં આવનાર આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચરવાળા અઘતન સુવિઘા યુકત નવિન બસ સ્ટેશનનુ ખાતમર્હુત કરવામાં આવ્યુ હતુ. 
આ પ્રસંગે મંત્રીએે જણાવ્યુ હતુ કે આ બસ સ્ટેશન ત્રિકાસ્ટીંગ રીતે બનાવવામાં આવી રહયુ છે. જેમાં દિવાલ , શેડ તેમજ અન્ય આઘુનિક મટીરીયલ્સ થી ઉભુ કરવામાં આવશે એસ.ટી નિગમ ખોટ કરે છે. પણ ગામડાના છેવાડાના પ્રજાજનો અને ગામોને સાંકળી લઇ પ્રજાહિતમાં સુવિઘા પુરી પાડવામાં આવે છે. અને રાજય સરકારના સ્પોર્ટથી આ સેવાઓ ઉપલ્બઘ કરવામાં આવે છે.   ગુજરાતમાં પી.પી.પી. ઘોરણે આઘુનિક ૭ બસ સ્ટેશનોનુ નિમાર્ણ અને કાર્યાન્વિત કરવામાં આવેલ છે. હવે ટુક સમયમાં ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ પી.પી.પી. બસ સ્ટેશન બનાવવાનુ આયોજન કરેલ છે.  તળાજા ખાતેના બસ સ્ટેશનમાં એસ.ટીના ડ્રાઇવર/કન્ડકટર, મહિલા કન્ડકટર અને આમ મુસાફર જનતા બસ સ્ટેશન ખાતે આરામ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. રાજયના કન્ડકટર, ડ્રાઇવરોને સરહદ પરના સૈનિકોની ફરજ જેવીજ ફરજ બજાવતા હોવાનુ જણાવી અભિનંદન આપ્યા હતા.           
આ પ્રસંગે તળાજાના ધારાસભ્ય શિવુભાઇ ગોહિલ આ પ્રસંગે પ્રસંગોપાત પ્રવચન આપ્યુ હતુ. અને રાજયની એસ.ટી નિગમ જાહેરહિત માટે ખુબજ પ્રસંસિન્ય કામગીરી કરવા બદલ ભાવનગર ડિવીઝનના વિભાગીય નિયામકશ્રી બી.આર ડિંડોડને શાલ અપર્ણ  કરવામાં આવી હતી 
સમારંભના સ્વાગત પ્રવચનમાં વિભાગીય નિયામક બી.આર ડિંડોડે નવા બસ સ્ટેશનના ખાતમુર્હુતના પ્રસંગે જણાવ્યુ હતુ કે ડિવિઝનના સૌ કર્મચારી/અઘિકારીઓના વિશ્વાસ સંપાદનમાં તેઓએ સ્ટાફને અભિનંદન આપ્યા હતા અને ડિવિઝનમાં મહુવા, ભાવનગર, તળાજા ડેપોના કર્મચારી/અઘિકારીઓએ નિગમને નફો કરી સાબિત કરી આપેલ હતુ. અને મહિલા સ્વીપર બેહનોનુ પણ સન્માન કરી કામગીરીને બિરદાવી હતી.

Previous articleનેતા યુવરાજસિંહે ૪૮ વૃક્ષો ઉછેરવા વૃક્ષા રોપણનો કાર્યક્રમ ઉજવ્યો
Next articleઘોઘા ગામે જર્જરીત મકાન ધરાશાયી