કેન્દ્ર સરકારના નવા મોટર વાહન વ્હીકલનો અમલ સોમવારથી શરૂ થયો છે. ગુજરાતમાં ભારે વિરોધ બાદ સીએમ વિજય રૂપાણીએ કેટલાક નિયમોમાં છૂટછાટ પણ આપી છે. પરંતુ તેમ છતાં અમદાવાદીઓ સહિત ગુજરાતના નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
અમદાવાદમાં એક યુવતીનો મઝેદાર ઘટના સામે આવી હતી. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે એક યુવતી રોંગ સાઈડથી પસાર થઇ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ તેને રોકી હતી. ત્યારબાદ તેની પાસે યોગ્ય દસ્તાવેજો માંગ્યા હતા. સાથે રૉંગ સાઇટમાં આવવાના કારણે યુવતીને રોકીને ૧૫૦૦નો દંડ ફટકાર્યો હતો. યુવતી પહેલા તો દંડ સાંભળી ડઘાઇ ગઇ હતી. તેને ઘણા કાલાવાલા કર્યો પણ ટ્રાફિક પોલીસ ટસની મસ થઇ નહોતી. અમદાવાદની યુવતીએ જણાવ્યું કે, સાહેબ મારી પાસે માત્ર ૨૦૦ રૂપિયા છે. તો હું ૧૫૦૦ રૂપિયાનો દંડ ક્યાંથી ભરું?
બીજી બાજુ યુવતીએ અમદાવાદીઓના એકથી એક ચઢીયાતા બહાના પ્રમાણે જણાવ્યું કે, મારી નજીકમાં ઓફિસ છે, જેથી આખું ફરીને જવું પડે છે. તેથી હું શોર્ટકટમાં રૉંગ સાઇડમાંથી પસાર થઇ હતી. ત્યારે મને પોલીસે રોકી હતી.
યુવતીએ ટ્રાફિકના અધિકારીઓને જણાવ્યું કે, મને ખ્યાલ છે આજથી નવો નિયમ લાગુ થયો છે. મને ૧૫૦૦ રૂપિયાનો દંડ ખુબજ મોંઘો પડે છે. અત્યારે મારી પાસે ૨૦૦ રૂપિયા છે. તો હું ૧૫૦૦ રૂપિયા ક્યાંથી ભરું. ઘરે પણ ફોન કર્યો છે પણ બધા કામમાં છે, હવે કોણ આવે કોણ નહિં, બાકી હાલ અહીંયા જ ઉભી છું.