ધંધુકા તાલુકાના બાજરડા ગામની આંગણવાડી આગળ જ ખાડાઓમાં દુર્ગંધ યુકત પાણી ભરાતા આંગણવાડીમાં અભ્યાસ કરતા ત્રીસથી વધારે બાળકોના આરોગ્ય પર ખતરો મંડાઈ રહ્યો છે. મુખ્ય બજાર ઉપર જ વિશાળ ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે અહીં ગંદકીનું સામ્રાજય જામ્યું છે. તેથી ભુલકાઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ગંદકીના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને મચ્છર કરડવાથી બાળકો બિમાર પડે છે. આજુ-બાજુના રહિશો પણ ગંદકીના કારણે ત્રાહીમામ પોકારી ગયા છે.
પાછલા ઘણા સમયથી પરેશાન સ્થાનિકો અને બાળકોને નવી ગંદકીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. આંગણવાડીની આજુ-બાજુમાં ઠેર-ઠેર ગંદા પાણી અને કીચડના થરો જામેલા છે. આ કીચડ અને ગંદકી અસહ્ય બની ગઈ છે. ગંદકીના કારણે રોગચાળાના વાયરા પણ વિસ્તારમં ડોકીયા કરીર હ્યા છે. હાલમાં ડેન્ગયુ અને કોંગો ફિવર જેવા રોગો મચ્છરના કારણે પંથકમાં હાહાકાર મચાાવી રહ્યો છે. ત્યારે આવા સમયેઆ જીવલેણ રોગો આંગણવાડીમાં આવતા કોઈ બાળકોનો ભોગ લે તે પહેલા ગ્રામ પંચાયતના સત્તાધિશો કે તાલુકા પંચાયતના સત્તાધિશો વહેલી તકે ગંદકી દુર કરે તેવી માંગ ઉઠવા પામી છે.