ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર(ય્ેંત્નર્ઝ્રંજી્) દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને ખગોળ વિજ્ઞાન વિગેરેનો સૈધાંતિક અને પ્રાયોગિક પ્રચાર-પ્રસાર દ્વારા લોકભોગ્ય બનાવવા હેતું કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર માન્ય કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ ૨૦૦૨થી કાર્યરત છે. ૧૬ સપ્ટેમ્બરને વિશ્વ ભરમાં ઓઝોન સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ઓઝોન વાયુ એટલે કે પૃથ્વીની સપાટીથી આશરે ૧૫ થી ૩૫ કિલોમીટર જેટલી ઉચાઈએ વાતાવરણમાં આવેલા આ વાયુના સ્તરની જડાઈ લગભગ ૨૦ કી.મી.ની છે. જે સમગ્ર જીવ સૃષ્ટિનું સુર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઢાલ બની રક્ષણ પૂરું પાડે છે. પરંતુ યંત્ર યુગના ઝડપી સમયમાં છેલ્લી એક સદીથી પ્રદુષણની માત્ર હદ વટાવતા આ સ્તરમાં ગાબડા પડ્યા છે. જે સૌ માટે ચિંતા જનક છે. આ ઓઝોન સ્તરમાં જો ૫% નો વધારો થાય તો ચામડીના કેન્સરના કિસ્સામાં ૫ લાખ દર્દીઓનો વધારો થઈ જાય!!!!
આ સ્તરનો નાશ કરનાર એના દુશ્મન સીએફસી, રસાયણો અને હેલોન છે, જે એ.સી.,ફ્રીજ તેમજ ઠંડક ઉત્પન્ન કરતા સાધનોમાં ઉપરાંત ગ્લાસ પેકિંગ સામગ્રી, કોલ્ડ સ્ટોરેજ , ઈલે. ઉપકરણો છાન્ત્કાવના સાધનોમાં આ વાયુનો ઉપયોગ થાય છે. સીએફસી અને હેલોનમાંથી ક્લોરીન મુક્ત થાય છે. જે ૧૦૦ વર્ષ સુધી બીજા અણુનો નાશ કરવાની પ્રક્રિયા શરુ રાખે છે. આમ આ વૈશ્વિક સમસ્યાઓ ઉત્પન્ન કરતી પડકારજનક પરિસ્થિતિને આગળ વધતી અટકાવવા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા તા. ૧૬ સપ્ટેમ્બર,૨૦૧૯ને સોમવારના રોજ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ, ખાતે વિદ્યાર્થીઓ માટે ૧૨ થી ૧ઃ૩૦ વાગ્યા સુધી એમ. કે. ભાવનગર યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસના એચ.ઓ.ડી. ડૉ. ભારતસિંહ ગોહિલના વ્યાખ્યાનનું આયોજન થયેલ.
આ કાર્યક્રમમાં ગીરીશભાઈ વાઘાણી તથા ડૉ. પ્રણવ શાહ હાજર રહ્યા હતા, તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજના કુલ ૭૫ વિદ્યાર્થીઓએ ખુબ જ રસપૂર્વક ઉત્સાહભેર આ વ્યાખ્યાનનો લાભ લીધો હતો.