નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્ત ભાજપ દ્વારા સર.ટી. હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયું

834

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી જન સેવાના કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું પ્રદેશ ભા.જ.પા. દ્વારા કરવામાં આવતા તેના જેના ભાગ રૂપે  ભાવનગર મહાનગરના મહિલા મોરચો અને યુવા મોરચા ના નેતૃત્વમાં  સર.ટી.હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ બાળકોના વોર્ડ અને મહિલાઓના વોર્ડમાં કરવામાં આવેલ હતું જેમાં શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, શહેર મહામંત્રી વનરાજસિંહ ગોહીલ, રાજુભાઈ બામભણીયા, મહેશભાઈ રાવલ, મેયર મનહરભાઈ મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતાશ્રી પરેશભાઈ પંડ્યા, શહેર સંગઠનના પદાધિકારીઓ, સંરચના અધિકારી ગીરીશભાઈ શાહ, સહ અધિકારી અને મહિલા મોરચા અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસ, યુવા મોરચા અધ્યક્ષ કુલદીપસિંહ ચુડાસમાં, નગરસેવકઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા શહેર સંગઠનના પદાધિકારીઓના  નેતૃત્વમાં યુવા મોરચાના મહામંત્રી પાર્થ ગોંડલીયા, રાજુભાઇ લૂખી અને યુવા મોરચાના સંગઠનની ટીમ તથા માહિલા મોરચામાં મહામંત્રી બિન્દુબેન પરમાર, ઉમાબા રાણા અને મહિલા મોરચાની સંગઠનની ટીમના બહેનોએ જહેમત ઉઠાવી હતી અને સર.ટી.હોસ્પિટલના દર્દીઓને ફ્રુટની કીટ બનાવી વિતરણ કરી હતી.

Previous articleઉમરાળા બેન્ચા ચોકડી પાસેથી ૩.પ૦ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો
Next articleટ્રાફિક નવા નિયમોનો અમલ મોકુફ રાખવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત