મુંબઇથી રાજકોટ જતી લકઝરી બસમાં શોર્ટસર્કિટથી આગ, તમામ મુસાફરો સલામત

384

મુંબઇના બોરીવલીથી રાજકોટ તરફ જઇ રહેલી લકઝરી બસ વાપી નજીક બગવાડા ટોલનાકા પાસે ટોલટેક્સ માટે પાર્ક કરાઇ હતી. ત્યારે બસમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગતા બસમાં સવાર તમામ મુસાફરોને ચાલક અને ક્લિનરે તુરંત નીચે સલામત રીતે ઉતારી દીધાના ૧૦ મિનિટમાં આખી લકઝરી બસ આગની ચપેટમાં આવી ગઇ હતી. સોમવારે મુંબઇના બોરીવલીથી મહાદેવ ટ્રાવેલર્સની બસ નં. જીજે.૩ બી.વી.૦૯૯૯ રાજકોટ જવા રવાના થઇ હતી. રાત્રે ૯ વાગ્યાના સમયમાં વાપી નજીક બગવાડા ટોલનાકુ આવતા બસને લાઇનમાં ઉભી રાખી ક્લિનર ટોલ ટેક્સ ભરવા નીચે ઉતર્યો હતો. જયારે ચાલક અજય ગરાસિયા બસની લાઇટો બંધ કરતાની સાથે જ શોર્ટસર્કિટ થતાં ધૂમાડો થયો જેથી તેણે ક્લિનરને બૂમ મારી તુરંત બસમાં સવાર તમામ ૧૧ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દીધા હતાં. અને પોતે પણ નીચે ઉતરી ગયો હતો. જેના ૧૦ મિનિટમાં જ આખી બસ આગની લપેટમાં આવી જતાં આ વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઘટનાને પગલે બે કિ.મી.સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

Previous articleટ્રાફિક નિયમ તોડવા બદલ પ્રથમ દિવસે રૂ. ૭ લાખનો દંડ વસૂલાયો
Next articleરિક્ષામાં આવેલા ઈસમો કેશવાનમાંથી રૂ.૨૦ લાખની લૂંટ મચાવી ફરાર