હાલ રેલ્વે વિભાગ દ્વારા ૧૮૨ હેલ્પલાઇન ઇમર્જન્સી નંબર ની સુવિધા ચાલું કરવામાં આવી છે ત્યારે રેલ્વે વિભાગ દ્વારા જાહેર જનતા તથા મુસાફરો માં ૧૮૨ હેલ્પલાઇન ઇમર્જન્સી નંબર વિષે જાગુતા આવે તે માટે અલગ અલગ રેલ્વે સ્ટેશન ખાતે અભિયાન ચલાવામા આવી રહું છે ત્યારે આજરોજ ઢસા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે કર્મચારી ઉંમેદ સિંહ તથા આર.પી.એફ ના છજીૈં રામચંદ્ર ચૌધરી તથા આર.પી.એફ.સ્ટાફ જી.આર .પી.એફ.સ્ટાફ દ્વારા રેલ્વે મુસાફરો અપ ડાઉન કરતાં મુસાફરો ને માહીતી પુરી પાડવામાં આવી હતી જેમાં મહિલા છેડતી. ચોરી.યાત્રીઓ દ્વારા ખોટી દાદાગીરી લાવારીશ અથવા બિન વારસી સામાન ચાલું ટ્રેનમાં નશો કરવો ભીષુક ભીખારી કિનરો ની દાદાગીરી જેવી સમસ્યાનો અંત લાવવા માટે રેલ્વે વિભાગ દ્વારા ૧૮૨ હેલ્પલાઇન ઇમર્જન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે તો તમામ મુસાફરો ને માહીતી આપવામાં આવી હતી કે કોઇ પણ ઈમરજન્સી સમયે અથવા સમસ્યા સમયે ૧૮૨ હેલ્પલાઇન નંબર નો ઉપયોગ કરો અને આર.પી.એફ તથા જી.આર.પી.એફ સહીત રેલ્વે કર્મચારીઓ ને જાણ કરો ગુનાહિત પ્રવૃત્તિ ને અટકાવો અને સ્વસ્થતા જાણવો જેવી અનેક મહીતી મુસાફરો ને પુરી પાડવામાં આવી હતી ઢસા રેલ્વે વિભાગ દ્વારા….