યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી આયોજિત જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા આયોજન તા ૧૬/૦૯ (સોમવાર) ના રોજ યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે સુપેરે સંપન્ન કરવામાં આવ્યું હતું. ઉમરાળા કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ એ કુલ ચાર સ્પર્ધામાં સમુહગીત, લગ્નગીત, ભજન અને લોકગીતમાં ભાગ લીધો હતો. જેમાંથી તમામ સ્પર્ધામાં દીકરીઓ વિજેતા જાહેર થઈ હતી. લગ્નગીત અને લોકગીતમાં પ્રથમ અને સમુહગીતમાં દ્વિતીય અને ભજનમાં તૃતીય સ્થાન સમગ્ર જિલ્લામા મેળવીને શાળા અને ઉમરાળા ગામનું ગૌરવ વધારેલ છે. પ્રથમ ક્રમાંકિત બંને કૃતિઓ પ્રદેશ કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીનીઓના આ જવલંત પ્રદર્શનથી શાળા પરિવાર અને ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવે છે. આ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન મેહુલભાઈ જોશી અને મંજુલાબેન માંગુકિયા એ આપેલ.