બરવાળા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મુખ્ય કુમારશાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લલીતભાઈ વાઘેલાની પસદગી થયેલ જે અન્વયે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જે એવોર્ડ શિક્ષક દ્વારા શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવતા શિક્ષકગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે વિવિધ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે જેમાં બરવાળા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બરવાળાની મુખ્ય કુમારશાળામાં ફરજ બજાવતા લલિતભાઈ વાઘેલાની પસંદગી થયેલ હતી જે અન્વયે સૌરભભાઈ પટેલ(ઉર્જા મંત્રી) ના હસ્તે ૫ સપ્ટેમ્બર ના રોજ આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો પરંતુ શિક્ષક લલીતભાઈ વાઘેલા દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શાળાના વિદ્યાર્થીઓના કાર્યમાં વાપરવાનો નિર્ધાર કરતા સરકાર દ્વારા મળેલ એવોર્ડ શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરી ખુશી વ્યક્ત કરી હતી.જે અંતર્ગત મુખ્ય કુમાર શાળા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કલ્પેશભાઈ મોરી (તાલુકા શિક્ષણાધિકારી- બરવાળા), નિલેશભાઈ કણઝરિયા (બી.આર. સી.કો.ઓ.) પંકજભાઈ મુંધવા, પ્રતાપભાઈ મોરી, નિવૃત શિક્ષકો, ગ્રામજનો, એસ.એમ.સી. કમિટીના સભ્યો, નગરપાલિકા સદસ્યો, શાળાના સ્ટાફગણ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ હોદેદારોની હાજરી માં સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો રૂ.૫૦૦૦/- રકમ અને એવોર્ડ બાળકોને સમર્પિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય કુમારશાળાના સ્ટાફગણે જહેમત ઉઠાવી