ગુજરાતમાં આજે નર્મદે સર્વ દે ના નાદ સાથે ઠેર ઠેર નવા આવેલા નીર નો પૂજન કરવાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો આજે નર્મદા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નર્મદા ના જળ નું પૂજન કર્યું હતું અને સાથેજ આખાય ગુજરાતમાં નવા આવેલા નીર નું પૂજન કરવામાં આવ્યું હતું આજે ભાવનગર માં પણ બોરતળાવ ખાતે નવા આવેલા નીર નું પૂજન કરવામાં આવ્યું હતું બોરતળાવ ખાતે રાજ્યકક્ષાના શિક્ષણમનત્રી વિભાવરી બેન દવે ની હાજરી માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, ડેપ્યુટી મેયર અશોકભાઈ તેમજ કમિશનર એમ વી ગાંધી અને અન્ય મહાનુભાવો હાજર રહયા હતા અહીં જળ પૂજન પહેલા વિવિધસંસ્થો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાંહતાં તેમજ ભાવનગર ના જે રાજવીઓ એ આ બોરતળાવ બન્યું છે તેની સ્મુર્તિ માં શાળા ના બાળકો એ નૃત્ય નાટિકા રજૂ કરી હતી અહીં બોરતળાવમાં આવેલા નવા નીર ની આરતી ઉતારીને શાસ્ત્રોક્ત વિધિ થી પૂજન કરવામાં આવ્યું હતું અહીં મોટી સઁખ્યામા નગરજનો પણ હાજર રહ્યં હતા અહીં સમગ્ર વિસ્તાર અને તળાવ ને રોશની થી પણ શણગારવામાં આવ્યું હતું