શેરબજારમાં રેંજ આધારિત કામકાજ : ૮૩ પોઇન્ટ અપ

359

શેરબજારમાં આજે રેંજ આધારિત કારોબાર જોવા મળ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૮૩ પોઇન્ટ સુધરીને ૩૬૫૬૪ની સપાટીએ રહ્યો હતો. તાતા સ્ટીલના શેરમાં ચાર ટકાનો સૌથી મોટો ઉછાળો રહ્યો હતો જ્યારે ઓએનજીસીના શેરમાં સૌથી બે ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૩ પોઇન્ટ ઉછળીને  ૧૦૮૪૧ની સપાટીએ રહ્યો હતો. ૫૦ ઘટકો પૈકી ૩૩ શેરમાં તેજી અને ૧૭માં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપના શેરમાં બાવન પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૪૩૯ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૮૯૪ રહી હતી. માર્કેટ બ્રીડ્‌થની વાત કરવામાં આવે તો આજે કારોબાર દરમિયાન ૨૬૪૨ કંપનીઓના શેરમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૨૪૮ શેરમાં તેજી અને ૧૨૩૬ શેરમાં મંદી રહી હતી. ૧૫૮ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો રિયાલીટીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. મેટલ અને પીએસયુ બેંકના શેરમાં  સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. મિડિયા કાઉન્ટરો ઉપર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હોટેલના શેરમાં આજે સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે, હોટલ સાથે જોડાયેલા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તથા રાહત આપવા ફાઈવ સ્ટાર હોટલો માટે રેટમાં કાપ મુકવામાં આવશે. જીએસટી કાઉન્સિલની બેઠક શુક્રવારના દિવસે મળનાર છે જેમાં જુદા જુદા પાસાઓ ઉપર નિર્ણય લેવામાં આવનાર છે. આજે બુધવારના દિવસે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં સ્થિરતા આવી હતી. જો કે, મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. અમેરિકાના વ્યાજદરમાં કાપની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યુરોપિયન શેરબજારમાં નિરાશા સાથે કારોબાર રહ્યો હતો. પીએસયુ બેંકના શેરમાં ઉતારચઢાવ વચ્ચે અફડાતફડી રહી હતી. મિડિયા કાઉન્ટરમાં નિરાશા રહી હતી. મેટલ અને પીએસયુ શેરમાં મોટાભાગે તેજીનો માહોલ રહેતા કારોબારીઓ આને લઇને આશાસ્પદ દેખાયા હતા. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી જારી પ્રવાહી સ્થિતિ માટે વૈશ્વિક કારણોને પણ જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે, આર્થિક મંદી વચ્ચે એકબાજુ ભારતમાં રોકાણકારો રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. બીજી બાજુ વિદેશી રોકાણકારો હાલના મહિનાઓમાં વેચવાલીના મૂડમાં રહ્યા છે.

Previous articleદુનિયાનો દિગ્ગજ પોકર પ્લેયર રૂ.૧.૩૬ કરોડની ઘડિયાળ પહેરી ભારત આવ્યો
Next articleપેટ્રોલ-ડિઝલની કિંમતોમાં લીટરદીઠ ૨૫ પૈસાની વૃદ્ધિ