ઢબુડી ઉર્ફે ધનજી ઓડની મુશ્કેલી એક પછી એક વધી રહી છે ત્યારે ધનજી ઓડના ખાસ અંગત ગણાતા અને ૮ મહિના પહેલા ધનજી ઓડનો તમામ વહીવટ સાંભળતા એવા જીતુભાઇ મિસ્ત્રીએ ધનજીના તમામ ગોરખધંધાનો પર્દાફાશ કરી દીધો છે.જીતુભાઇ મિસ્ત્રીએ જણાવ્યું કે ચાંદખેડા પોલીસ સ્ટેશનામા બે લાખ રૂપિયાની છેતરપિંડીની જે અરજી થઈ છે.તે ભક્તને મેં જ ધનજી ઓડ ના કહેવાથી બે લાખની પાવતી આપી હતી.ધનજી ઓડે બે લાખ લીધા છે તે તેના અંગત સેવકે કબૂલાત કરી છે કે તે વાત સાચી છે.
આ મિસ્ત્રી સેવકે એમ પણ જણાવ્યું કે ધનજી ઓડ લોકો પાસથી મંદિર બનાવવાના નામે ભક્તો પાસેથી રૂપિયા ખંખેરી લેતો હતો.હું ધનજી ઓડને છેલ્લા૭ વર્ષેથી ઓળખું છું.ધનજી ઓડના કહેવાથી મેં ઘણા લોકોને રૂપિયાની રાશિદો આપી છે.ધનજી ઓડના મારી પાસે જે રૂપિયા હતા તે મેં તમામ રૂપિયા ધનજીના કહ્યા મુજબ મેં તેમના સેવક હર્ષદ પટેલ તેમજ ભરત લેઉવા અને તેમના પુત્ર વિપુલને ઓડને તા.૧૩.૦૬.૧૯ના રોજ સાંજના સુમારે મેં ૧કરોડ ૨૫ લાખ જેનો કોઈ પુરાવો નથી એ રૂપિયા.તેમજ ટ્રસ્ટની પાવતીઓ વાળું બેલેન્સ ૧ કરોડ ૨૬ લાખ એમ કરીની ટોટલ મેં ૨ કરોડ ૬૧ લાખ રૂપિયામેં ધનજીના કહેવાથી મેં સોપી દીધેલ.ધનજી ઓડ પાસે આ તમામ રૂપિયા ભક્તો પાસેથી છેતરપિંડી કરી પડાવી લીધા હતા.ધનજી ઓડના કહેવાથી જે વહીવટ સુપરત કરી દીધો તેનો લેખિત પુરાવો મારી પાસે છે. આથી એટલું સ્પષ્ટ છે કે ઢોંગી ઢબુડીની ઘૂઘટમાં કરોડો રૂપિયા છુપાયા છે.એક પછી એક પુરાવા સહિત ઢબુડી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તો પણ કેમ આજ સુધી ધનજી વિરુદ્ધ કે ધનજીના અંગત સેવકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી..?
જીતુભાઇ મિસ્ત્રીએ જણાવ્યું કે ગાંધીનગર યુનિયન બેન્કમા જે ખાતું ખોલવામાં આવ્યું હતું તેમાં ૭ ટ્રસ્ટીઓ હતા અને તે બેન્ક એકાઉન્ટ ધનજી ઓડ તેમજ તેમના સાળા સુરેશ ઓડ ઓપરેટ કરતા હતા.ધનજી ઓડના અંગત સેવકે સ્પષ્ટ કહ્યું કે આ ખાતું લોકોના પૈસા પડવવા માટે જ ખોલવામાં આવ્યું હતું.ધનજી ઓડે ભક્તો પાસથી લાખો કરોડો રૂપિયા મંદિરના નામે ઉઘરાવી લીધા છે.
હવે જોવાનું એ રહ્યું કે આ ધનજી ઓડે વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જે અરજી થઈ છે તેમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે સાચો છે તેવું ધનજીના અંગત સેવક મિસ્ત્રીનું કહેવું થાય છે અને પોતે કાબુલ પણ કરે છે કે મેં ધનજી ઓડના કહેવાથી મેં બે લાખની રશીદ આપી હતી.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે ધનજી વિરુદ્ધ એફ.આઈ.આર નોંધાશે..? શુ પોલીસ અરજી કરનારને ન્યાય આપવી શકશે..? શુ ધનજીના હવે કાળા નાણાંની કડકાઈથી તપાસ થશે..? કે હજુ પોલીસ અરજી ઉપર તપાસ જ કરશે..?