બજરંગ પૂનિયાની ઓલંપિકમાં એન્ટ્રી, ટોક્યો ઓલંપિક માટે થયા ક્વોલિફાય

409

દુનિયાના નં. ૧ ભારતીય પહેલવાન બજરંગ પૂનિયા (૬૫ કિગ્રા) અને રવિ કુમાર દહિયા(૫૭ કિગ્રા)એ આગામી વર્ષે યોજાનારા ટોક્યો ઓલંપિક માટે ક્વોલિફાય થયા છે. નૂર-સુલ્તાન(કજાકિસ્તા)માં ચાલી રહેલી કુશ્તી ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતવાની સાથે જ ભારતીય પહેલવાને આ ઉપલબ્ધી હાંસલ કરી, પરંતુ બંન્ને સેમીફાઈનલમાં હારી ગયા. ગઈ વખતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા બજરંગ પુનિયા ક્વાર્ટર ફાઈનલમાં કોરિયાના જોંગ ચોલસોનને ૮-૧થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને ઓલંપિક કોટો મેળવ્યો. સેમીફાઈનલ્માં બજરંગ સામનો કજાકિસ્તાનના દાયલેટ નિયાજબેકોન સાથે થયો. જેમા બંન્નેનો સ્કોર ૯-૯ રહ્યો. કાઝાકિસ્તાનના પહેલવાને એક દાવ ચાર પોઈન્ટ લગાવ્યા જેના કારણે બજરંગ પૂનિયાને હાર મળી, હવે બજરંગ બ્રોન્ઝ મેડલ માટે લડશે.જ્યારે રવિ કુમારે ક્વાર્ટર ફાઈનલમાં પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને ૨૦૧૭ના એશિયન ચેપિયન જાપાનના યૂકિ તાકાહાશીને ૬-૧થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સાથે જ ભારતને ટોક્યો ઓલંપિકનો કોટા પણ અપાવ્યો. રવિની સેમીફાઈનલમાં રશિયાના જવુર યૂગેવ સાથે ટક્કર થઈ પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો. રવિ હવે બ્રોન્ઝ મેડલ માટે ઉતરશે.

Previous articleપુજા પાસે ત્રણ તેલુગુ અને એક હિન્દી ફિલ્મ હાથમાં
Next articleકાઇલ એબોટે કાઉન્ટીની એક મેચમાં ૧૭ વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો