સોલા પોલીસ સ્ટેશનની એસએચઇ ટીમના હાથમાંથી નકલી PSI ફરાર

421

શહેરના સોલાબ્રિજ નીચે રેલવે લાઈન નજીક સોલા પોલીસ સ્ટેશનની એસએચઈ ટીમના હાથમાંથી નકલી પીએસઆઈ ફરાર થઈ ગયો છે. પેટ્રોલિંગ દરમિયાન પિસ્તોલ લગાવેલા અને ઁપીએસઆઈની ઓળખ આપનાર શંકાસ્પદ યુવક પાસે આઈકાર્ડ માંગતા પોલીસના હાથમાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે એરગન અને એક્સેસ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

સોલા પોલીસ સ્ટેશનમાં એસએચઈ ટીમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પાબેન અને અન્ય બે પોલીસકર્મી બુધવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાનમાં સોલાબ્રિજ નીચે હેબતપુર જવાના રોડ પર એક્સેસ ગાડી લઈ કમરમાં પિસ્તોલ ભરાવેલો એક શખ્સ ઊભો હતો.

શંકાસ્પદ લાગતાં ત્રણેય પોલીસકર્મીઓ તેની પાસે જઇ પૂછપરછ કરતા પીએસઆઈ તરીકે તેની ઓળખ આપી હતી. આઈકાર્ડ માંગતા હાલમાં નથી તેમ કહ્યું હતું. પોલીસ સ્ટેશન આવવાનું કહેતાં તે એક્સેસ લઈ ભાગવા ગયો હતો. ઝપાઝપી કરી નાસી ગયો હતો. જો કે કમરમાં ભરાવેલી એરગન હાથમાં આવી ગઈ હતી અને તે નાસી ગયો હતો. સોલા પોલીસે એક્સેસ નંબરના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Previous article’જનનીની જોડ સખી નહીં જડે રે લોલ,’ ગીત ગાતાં ગાતાં નિવૃત્ત કોન્સ્ટેબલનું મોત
Next articleસુરત એનએચ-૪૮ પર ટેન્કર પાછળ કન્ટેનર ઘૂસી જતાં ૪ના મોત