પ્રોહીબીશના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

529

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ તથા ભાવનગર એસઓજી સ્ટાફના માણસો મહુવા સીટી વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમયાન બાતમીરાહે હક્કિત મળેલ કે તળાજા પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી અને તે ગુન્હામાં નાસ્તો ફરતો કાળુભાઈ જોધાભાઈ ગોહિલ રહે. જુના પાદરતા. જેસર વાળો મહુવા ગાંધીનગર પાસે ઉભો છે. તેવી હક્કિત મળતા તુરત જ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી  જગ્યા ઉપર જતા મજકુર બાતમી વાળો ઈસમ મળી આવતા બે પંચના માણસો બોલાવી નામ-સરનામું પુછતા કાળુભાઈ જોધાભાઈ ગોહિલ (ઉ.વ.પ૧)  રહે. જુના પાદર તા. જેસર જી. ભાવનગર વાળો હોવાનું જણાવેલ  મજકુરની પુછપરછ કરતા આજથી આશરે ચારેક માસ પહેલા પાઠવી ગામના જયંતિભાઈ લીલીયાને  ઈંગ્લીશ દારૂ આપેલ અને તે પકડાય જતા તપાસ દરમ્યાન પોતાનું નામ ખુલવા પામેલ છે.તેમ જણાવતા જે બાબતે તળાજા પોલીસ સ્ટેશન ખરાય કરતા પ્રોહી. ગુન્હો નોંધાયલ છે.  ધોરણસર કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

Previous articleઅનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિએ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધી
Next articleરૂ. ૧૦/-ના સિક્કા અને રૂ.૫/-ની નોટનો અસ્વીકાર કરનાર વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા