ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ડાન્સ કાઉન્સીલના પ્રમુખ, આંતરરાષ્ટ્રીય સભ્ય ડો.નિપા ઠક્કર તથા મહિલા પોલીસનું શાલ તથા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના મહિલા શિક્ષિકાઓનું પણ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે બાળકો દ્વારા નાટક, નિબંધન, વેશભુષા સહિતની વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.