જિલ્લામાં વધુ એક દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ખાંભાના મંજીયાસર ગામે વહેલી સવારે એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધી છે. જો કે, આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખાંભા ખસેડવામાં આવ્યો હતો. જો કે, સ્થાનિકોએ દીપડાને પકડવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકના મંજીયાસર ગામે એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી. આ વૃદ્ધ મહિલા વહેલી સવારે કુદરતી હાજતે જવા નીકળી હતી તે દરમિયાન ત્યાં દીપડો ચઢી આવ્યો હતો અને દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. ત્યારે આ ઘટનામાં નાનીબેન રામભાઈ દેવીપૂજક (ઉ.વ.૭૦) નામની મહિલા આદમખોર દીપડાના આતંકનો ભોગ બની છે. ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે વૃદ્ધ મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખાંભા ખસેડવામાં આવ્યો હતો. જો કે, અન્ય કોઇ આ આદમખોર દીપડાનો ભોગ ના બને તે માટે પરિવાર જનો તેમજ સ્થાનિક ગ્રામજનો દીપડાઓને પડકવામાં આવે તેવી માગ કરી છે.